<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

જૂગારના પાંચ દરોડાઃ ૨૮ પત્તાપ્રેમીઓ ઝડપાયા

ક્રાઇમ બ્રાંચ, આજીડેમ પોલીસ, એ-ડિવીઝન, યુનિવર્સિટી અને તાલુકા પોલીસના દરોડાઃ ૬૩ હજારની રોકડ કબ્‍જે

રાજકોટ તા. ૯: શહેરમાં ધીમે ધીમે જૂગારની મોસીમ ખીલી રહી છે. અલગ અલગ પાંચ સ્‍થળે પોલીસે દરોડા પાડી જૂગાર રમતાં ૨૮ પત્તાપ્રેમીઓને પકડી લીધા હતાં.

જાણવા મળ્‍યા મુજબ મોરબી રોડ પર વેલનાથ પરામાં જૂગાર રમાતો હોવાની બાતમી પરથી એક મકાનમાં ડીસીબીની ટીમ ત્રાટકી હતી. અહિથી પોલીસે મકાન માલિક ઉમેશ ધનજીભાઈ વિંઝવાડિયા( રહે-વેલનાથપરા શેરી નં-૨૦) તેમજ પરેશ રામભાઈ બોરીચા (રહે-ખોડિયાર માતાજી મંદિર પાસે, હડમતીયા), ગૌરાંગ અરવિંદભાઈ ગોસ્‍વામી (રહે-ભગવતીપરા શેરી-૧૧), પ્રતીક જસાભાઈ ચૌહાણ (રહે-વેલનાથપરા શેરી નં-૧૮), આસિફ બાબુભાઈ લંઘા (રહે-નવયુગપરા શેરી નં-૪), સુનિલ ભાનુભાઈ કુંઢીયા (રહે-ભગવતીપરા શેરી નં-૯)ને ઝડપી લઈ રોકડ ૩૪,૧૦૦ની મત્તા કબ્‍જે કરી ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.   

આ ઉપરાંત બીજા દરોડામાં ત્રંબા નજીકના વડાળી  ગામે આજીડેમ પોલીસે દરોડો પાડી ગોપાલ માનસિંગભાઈ ઝરિયા (રહે. બાબરીયા સોસાયટી શેરી નંબર-૨), સતીષ જોરૂસગ કારેલીયા (રહે-શક્‍તિનગર શેરી નં-૪, મવડી ચોકડી), રવિ શિવલાલ ઝરિયા (રહે-વિજય પ્‍લોટ શેરી નં-૧૫), બાબુ અમળતલાલ ઝરિયા (રહે-યોગેશ્વર સોસાયટી, ગોંડલ રોડ), પ્રવિણ પરસોતમભાઈ ઝરિયા (રહે-લોધેશ્વર સોસાયટી), ચિરાગ અરવિંદભાઈ જરિયા (રહે-લોધેશ્વર શેરી નં-૧), કાળુભાઈ છોટુભાઈ ભરદુવાર (રહે-લોધેશ્વર શેરી નં-૬)ને ઝડપી લઇ રોકડ ૧૪,૧૫૦ની મત્તા કબ્‍જે કરી હતી.

જ્‍યારે યુનિવર્સીટી પોલીસે રૈયાધાર મફતિયાપરામાં દરોડો પાડી જાહેરમાં પત્તા ટીચી રહેલા રાજુ ધીરૂભાઈ વઢવાણિયા, પંકજ ચંદુભાઈ મકવાણા, નીતિન અતુલભાઈ મકવાણા, મહાવીર અશ્વિનભાઈ મકવાણા, વિક્રમ મફાભાઈ વાંજેલીયા, બટુક ધરમશીભાઈ પરમાર (રહે-તમામ રૈયાધાર)ને ઝડપી લઇ રોકડ ૧૧,૪૦૦ની રોકડ કબ્‍જે કરી હતી. તેમજ ચોથા દરોડામાં  તાલુકા પોલીસ મથકના સ્‍ટાફે ગૌતમબુદ્ધ નગર શેરી નં-૭માં જાહેરમાં તીનપતી રમવા બેઠેલા અમિત કેશુભાઈ મુછડીયા, મનસુખ માવજીભાઈ મકવાણા, પરેશ મોહનભાઈ રાઠોડ, હર્ષદ નટુભાઈ રાઠોડ, પ્રકાશ પાલાભાઇ રાઠોડ (રહે-તમામ ગૌતમ બુધ્‍ધનગર)ને પકડી પાડી રોકડ ૨૬૦૦ની રોકડ કબ્‍જે કરી હતી.

આ ઉપરાંત પાંચમા  દરોડામાં એ-ડિવિઝન પોલીસ કેનાલ રોડના ખુણે અમીધારા બિલ્‍ડીંગની નીચે જાહેરમાં જુગાર રમી રહેલાં હિતેશ ગોરધનભાઈ લાડવા (રહે-કોઠારીયા સોલવન્‍ટ હરિદ્વાર સોસાયટી), દિપક મનજીભાઈ નકુમ (રહે. લક્ષ્મીવાડી શેરી નં-૨), દિનેશ શાંતિલાલ માખેચા (રહે. સોમનાથ પાર્ક શેરી નં-૫, રણુજા મંદિર પાસે)ને પકડી રૂા. ૧૬૨૦ની રોકડ કબ્‍જે કરી હતી. 

(3:54 PM IST)