તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
ગીતાનગર સોસાયટીમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી ઝડપાયા
ક્રાઇમ બ્રાંચના પીઆઇ એ.એસ. ચાવડા, પીએસઆઇ વી. ડી. ડોડીયાની ટીમનો બાતમીના આધારે દરોડોઃ ૩૩ હજારની રોકડ કબ્જે કરાઇ

રાજકોટ તા. રરઃ ગોંડલ રોડ પર એસ.ટી. વર્કશોપ પાસે ગીતાનગર સોસાયટીમાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી મકાનમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.
ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી. ડી. ડોડીયા, હેડ કોન્સ્ટેબલ દિપકભાઇ ચૌહાણ, કોન્સ્ટેબલ મનીષભાઇ ચાવડા, રાજેશભાઇ ચાવડા સહિતના સ્ટાફે બાતમીના આધારે ગોંડલ રોડ પર એસ.ટી. વર્કશોપ પાસે ગીતાનગર સોસાયટી શેરી નં. ૭ માં સ્થિત મકાનમાં દરોડો પાડી જુગાર રમતા વેપારી કમલેશ ઓધળભાઇ ભુવા (ઉ.વ. ૪ર, રહે. વિશ્વકર્મા સોસાયટી, ૧પ૦ ફુટ રીંગ રોડ,), ભાવેશ નરહરીદાસ દાણીધારીયા (ઉ.વ.૩૯, રહે. મચ્છોનગર સોસાયટી, કોઠારીયા સોલવન્ટ), અજય ભીખુભાઇ મકવાણા (ઉ.વ. ર૬, રહે. અક્ષરવાટીકા સોસાયટી ગેઇટ નં. ૩ પાસે, કોઠારીયા મેઇન રોડ), રવિ દેવાભાઇ અઘારા (ઉ.વ. ર૭, રહે. વિશ્વકર્મા સોસાયટી, ૧પ૦ ફુટ રીંગ રોડ), અને જયેશ દેવજીભાઇ ખાખસ (ઉ.વ. ૩પ, રહે. વિશ્વનગર આર.એમ.સી. કવાર્ટર, ચંદ્રેશનગર મેઇન રોડ) ને ઝડપી લઇ રૂ. ૩ર,૯૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.
(2:16 PM IST)










