News of Wednesday, 6th May 2026
રાજ્યમાં સૌપ્રથમ રાજકોટમાં એડવોકેટ પ્રોટેકશન એક્ટના અમલ પૂર્વે વકીલોની સુરક્ષા માટે ‘સ્પેશ્યલ સ્કવોર્ડ' તૈયાર
ખોટી રીતે સરકારી કચેરીઓના અધિકારીઓ દ્વારા કરવામાં આવતા ર્દુવ્યહવાર સામે વકીોલની QRT ફોજ ઉતરશેઃ ૧૦૮ સભ્યોની ટીમ તૈયાર

રાજકોટઃ અત્યારના સમયમાં સૌથી પાવરફુલ વકીલાત ક્ષેત્ર છે અને તેમાય તેઓની એકતા એટલી જ પાવરફુલ છે હવે તેમાં રાજકોટના વકીલ મંડળે કરી પોલીસની જેમ વકીલોના હિત, રક્ષણ માટે, રાજ્યમાં સૌ પ્રથમ રાજકોટમાં વકીલોની QRT (કિવિક રિસ્પોન્સ ટીમ) બનાવી હોવાનું એડવોકેટ મિત્રોએ જણાવ્યું હતું.
રાજકોટ શહેરના કોઈપણ વકીલ સાથે પોલીસ સ્ટેશનથી માડી કોઈપણ સરકારી કચેરીઓમા ગેરકાયદેસર કે અયોગ્ય વાણી-વર્તન કે વ્યવહાર કરવામાં આવશે તો વકીલની સહાય કરી શકીએ તે બદલ મ્ય્વ્ ની રચના કરેલ છે. પોલીસ મથક કે સરકારી કચેરીમાં વકીલો સાથે ખોટી રીતે હેરાન પરેશાન કરવાં માથાકુટ થઈ હોય ત્યાં નજીકમાં જે સભ્ય હશે તે પલવારમાં પહોંચી જશે. તેમ જુનીયર બાર એસોસીએશનના કો-ઓર્ડીનેટરસ શિવરાજસિંહ ઝાલા (૯૪૦૮૬ ૦૦૦૦૯), ભૂમિકાબેન પટેલ (૮૮૪૯૭ ૮૯૧૯૮), ઝાકીરભાઈ આગરીયા (૭૦૯૬૬ ૪૪૦૪૪), વિજયભાઈ કાનજીથા (૯૯૭૯૬ ૫૫૭૫૪) તથા ગૌરાંગભાઈ રાઠોડએ (૭૦૪૬૩ ૩૭૧૮૩) જણાવ્યુ હતું.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી વકીલો સાથે દુવ્યવહારના બનાવમાં વધારો થયો છે. અમુક કિસ્સામાં તો મારામારી પણ થઈ છે. કેટલા કિસ્સામાં પોલસ મથકમાં જ પોલીસ સાથે વકીલોને ઘર્ષણ થતું હોય છે જ્યારે અન્ય સરકારી કચેરીમાં કામકાજ દરમિયાન વકીલો સાથે સરકારી કર્મચારીઓ અણછાજતુ વર્તન કરતા હોય છે આવા બનાવ અટકાવવા માટે એક ખાસ ટીમ બનાવવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં ૧૦૮ સભ્યોની નિમણુંક કરવામાં આવી છે. તેમજ ઘણા બધા વકીલો આવનારા દિવસોમાં જોડાવવા ઈચ્છુક છે. વકીલો કાયદાના નિષ્ણાત હોવાની સાથે સમાજના દરેક વર્ગને ડગલે અને પગલે ઉપયોગી બનતા હોય છે. ત્યારે ઘણીવાર સત્ય માટે લડતા હોય ત્યારે અમુક લોકો તેના અવાજ ને દબાવવા દમન કરતા હોય છે. ત્યારે મ્ય્વ્ (કિવિક રિસ્પોન્સ ટીમ) તેઓ ને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે વકીલો ની મદદે આવે છે.
આ ટીમ અંગેની માહિતી આપવા આગામી બે દિવસમાં પોલીસ કમિશનર સાથે બેઠક કરવામાં આવશે એટલુ જ નહીં શહેરના તમામ પોલીસ મથકમાં ટીમના હોદ્દેદારો રૂબરૂ જઈ આ પોલીસ અધિકારીઓને માહિતગાર કરશે. તેમજ વિવિધ સરકારી કચેરીઓ ની પણ મુલાકાત આગામી દિવસોમાં કરશે.
આગામી સમયમાં એડવોકેટ પ્રોટેક્શન એકટ રાજ્યમાં ઝડપથી લાગુ પડે તે માટેની તજવીજ હાથ ધરવામાં આવશે. તેમજ તે માટે બનતી તમામ સફળ કામગીરી QRT (કિવિક રિસ્પોન્સ ટીમ) દ્વારા કરવામાં આવશે.
તસ્વીરમાં એડવોકેટ મિત્રો સર્વશ્રી પ્રફુલભાઈ ચંદારણા, રાજેશભાઈ ચાવડા, ધમેન્દ્રસિંહ જાડેજા, પ્રકાશભાઈ વેગડ, અરબાજખાન પઠાણ, બારભાયા રાજા, જાગૃતિબેન પુરોહિત, સાહિસ્તાબેન ઠેબા, રાજવીરસિંહ ઝાલા, હેતલબેન ભટ્ટ, નયનાબેન રાઠોડ, ચંદ્રસિંહ ટલાટીયા, ઉષાબા ઝાલા, અવનિબેન જોબનપુત્રા, રીનાબેન સરભ, દુષ્યંતસિંહ જાડેજા, ધારેશ દોશી, દિપેશભાઈ પાટડીયા, ભાસ્કર પરમાર, કરસનભાઈ ભરવાડ, સજનબા પરમાર, પુનમબેન ખગોલા નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:58 PM IST)










