તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતા મળતાં થોરાળાના ફિરોઝનો આપઘાત
ફ્રુટના ધંધાર્થીએ ગળાફાંસો ખાઇ લીધોઃ મુળ ધોરાજીનો વતની

રાજકોટ તા. ૬: થોરાળાના રામનગરમાં રહેતાં ફ્રુટના ધંધાર્થી યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. મુળ ધોરાજીના આ યુવાનને પ્રેમસંબંધમાં નિષ્ફળતા મળતાં આ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.
જાણવા મળ્યા મુજબ થોરાળાના રામનગર-૫માં રહેતાં ફિરોઝભાઇ કાદરભાઇ દાતાણી (ઉ.વ.૨૯) નામના યુવાને ઘરે લોખંડની આડીમાં ઓછાડ બાંધી દેહ લટકાવી દેતાં મોત થયું હતું. બનાવની જાણ થતાંં થોરાળા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.
આપઘાત કરનાર ફિરોઝભાઇ મુળ ધોરાજીનો વતની હતો. હાલ રાજકોટ રહેતો હતો. તે એક બહેનથી મોટો અને અપરિણીત હતો. ફ્રુટ વેંચી ગુજરાન ચલાવતો હતો. એક પરિણીત યુવનિ સાથે તેને પ્રેમ હતો. આ પ્રેમસંબંધમાં તેને નિફષ્ળતા મળતાં આ પગલુ ભર્યાનું સગાએ કહ્યું હતું. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી હતી.
(3:17 PM IST)










