તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
રાજકોટમાં ભારે વરસાદની સ્થિતિ નહીં છતાં ફાયર બ્રિગેડ સંપૂર્ણ સતર્કઃ રાહત કામગીરી માટે ટીમો સ્ટેન્ડબાય
શહેરના તમામ ૮ ફાયર સ્ટેશન એલર્ટ મોડમાં: અમદાવાદ માટે બે ડિવોટરિંગ પંપ અને ધોળકા માટે એક રેસ્કયુ બોટ રવાના

રાજકોટ,તા.૨૪: શહેરમાં હાલ ચિંતાજનક વરસાદની સ્થિતિ નથી, તેમ છતાં કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવા રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ સંપૂર્ણ સજ્જ અને સતર્ક છે. શહેરના તમામ ૮ ફાયર સ્ટેશનોની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જેથી જરૂરિયાત ઉભી થાય ત્યારે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય. મનપાના ચીફ ફાયર ઓફિસર અમિતભાઈ દવેએ જણાવ્યું હતું કે રાજ્યના અન્ય વરસાદગ્રસ્ત વિસ્તારોને મદદરૂપ થવા રાજકોટ ફાયર બ્રિગેડ દ્વારા બે ડિવોટરિંગ (ડી-વોટરિંગ) પંપ અમદાવાદ મોકલવામાં આવ્યા છે. ઉપરાંત આજે બપોરે એક રેસ્કયુ બોટ ધોળકા ખાતે રાહત કામગીરી માટે રવાના કરવામાં આવી છે રાજકોટ ફાયર વિભાગે સ્થાનિક તેમજ આંતરજિલ્લા સ્તરે આપત્તિ વ્યવસ્થાપનમાં સક્રિય સહભાગી બની જરૂરી સાધનો અને માનવબળ ઉપલબ્ધ કરાવ્યું છે, જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં ઝડપી અને અસરકારક કામગીરી કરી શકાય
(2:45 PM IST)










