તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
જાહેરાતના બલૂનમાં હવા ભરતી વખતે બ્લાસ્ટ સાથે આગ ભભૂકીઃ ૪ દાઝી ગયા
એમટીવી પાસે બનાવઃ કોડીનાર, આસામના યુવાનો સારવાર હેઠળ

રાજકોટ તા. ૨: શહેરના કાલાવડ રોડ પર એમટીવી હોટલ પાસે જાહેરાતનું બલૂન ઉતારતી વખતે તેમાં આગ લાગતાં ચાર મજુર દાઝી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આ બનાવ શનિવારે સાંજે બનયો હતો. દાઝી ગયેલા મજૂરો આસામ, કોડીનારના વતની છે.
જાણવા મળ્યા મુજબ કાલાવડ રોડ એમટીવી પાસે ૩૧મીએ શનિવારે સાંજે અગાઉ લગાવવામાં આવેલુ નવરાત્રીના કાર્યક્રમની જાહેરાતનું બલૂન ચાર મજૂરો નીચે તિારી તેમાં હવા ભરતાં હતાં ત્યારે તેમાં અચાનક બ્લાસ્ટ થતાં આગ લાગતાં ચાર મજૂર દાઝી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસમાં નોંધ કરાવી હતી.
દાઝી ગયેલા ચાર જણાના નામ મુકેશભાઇ ડાયાભાઇ ચુડાસમા (ઉ.વ.૩૮-રહે. કોડીનાર) તથા વિરસિંગ રામપ્રસાદ સિંગ (ઉ.વ.૨૮-આસામ), બીબલ ખુશરૂ કુશરો (ઉ.વ.૩૦-આસામ) અને બુધીયા લાલુભાઇ કુશરો (ઉ.વ.૩૦-આસામ) છે. બલૂનમાં બ્લાસ્ટ થવાથી ચારે મોઢા, શરીરે દાઝી ગયા હોઇ સારવાર માટે દાખલ કરાયા હતાં. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.
(2:42 PM IST)










