<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

આખરે રાજકોટના લોકમેળામાં તમામ 34 યાંત્રિક રાઈડને મંજૂરી :શહેરીજનોના હૈયા પુલકિત

રાજકોટ સીટી રાઇડ સેફટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટી દ્વારા તમામ 34 યાંત્રિક રાઈડને મંજૂરી અપાઈ : ગણતરીની મિનિટોમાં તમામ રાઈડ શરૂ થઈ

સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા તરીકે ઓળખાતા રાજકોટના લોકમેળામાં યાંત્રિક રાઇડ્સને મંજૂરી મળી ગઈ છે. રાજકોટ સીટી રાઇડ સેફટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટી દ્વારા તમામ 34 યાંત્રિક રાઈડને મંજૂરી આપવામાં આવી છે અને તે પણ લોકમેળો શરૂ થયાના 24 કલાક બાદ મંજૂરી અપાઈ છે.

   લોકમેળામાં તંત્ર દ્વારા મંજૂરી ન આપવામાં આવતાં લોકોમાં રોષ વ્યાપ્યો હતો. લોકમેળામાં એકલ-દોકલ યાંત્રિક રાઇડ્સને જ મંજૂરી મળી હતી. યાંત્રિક રાઇડ્સ ઓછી હોવાથી જે રાઇડ્સ શરૂ છે ત્યાં લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. કેટલીક રાઇડ્સમાં બેસવા માટે લોકોને 15થી 30 મિનિટ સુધી રાહ જોવી પડી રહી હતી. મેળામાં આવેલા કેટલાક લોકોએ જણાવ્યું કે, ગયા વર્ષે વરસાદને કારણે લોકમેળાની મજા બગડી હતી અને આ વર્ષે યાંત્રિક રાઇડ્સને મંજૂરીમાં વિલંબ થતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

(7:19 PM IST)