તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૨ શુક્રવાર
News of Wednesday, 22nd April 2026
રાજકોટ વોર્ડ નં-૩માં ગંદકી અને ખાનગી શાળાની ફીનો ભરડોઃ ‘આપના ઉમેદવારોનું લોકસંપર્ક અભિયાન'
પરેશભાઈ દુલાણી, અખ્તારભાઈ બ્લોચ, ગીતાબા જાડેજા અને જયોતિબેન પરમાર દ્વારા સ્થાનિકોની સમસ્યાઓનો ચિતાર

રાજકોટઃરાજકોટ મહાનગર પાલિકાના વોર્ડ નં-૩માં આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા હાથ ધરવામાં આવેલા લોકસંપર્ક અભિયાન દરમિયાન સ્થાનિક વિસ્તારની ગંભીર સમસ્યાઓ સપાટી પર આવી છે. ઉમેદવારોએ દ્યરે-દ્યરે જઈને નાગરિકોની વ્યથા સાંભળી હતી.
આપના ચારેય ઉમેદવારોએ જણાવેલ કે, વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા ગંદા પાણીના ભરાવા અને ગટર વ્યવસ્થાની જોવા મળી છે. સ્થાનિકોએ ઉમેદવારોને જણાવ્યું હતું કે, અંડરગ્રાઉન્ડ ગટરના અભાવે અને ડ્રેનેજની યોગ્ય સફાઈ ન થવાના કારણે રસ્તાઓ પર ગંદુ પાણી ભરાયેલું રહે છે. આ કાયમી સમસ્યાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના લીધે રહીશોમાં રોગચાળાનો ભય ફેલાયો છે.
આ સાથે જ વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. ઉમેદવારોએ નોંધ્યું હતું કે, ખાનગી શાળાઓ દ્વારા સરકારના નિયમોને નેવે મૂકીને વાલીઓ પાસેથી મનસ્વી રીતે ઉદ્યાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. વાલીઓ પાસેથી નક્કી કરેલી ફી કરતા વધુ રકમ વસૂલવામાં આવતી હોવાની અનેક ફરિયાદો સામે આવી છે.
લોકસંપર્ક દરમિયાન ઉમેદવારો પરેશભાઈ દુલાણી, અખ્તારભાઈ બ્લોચ, ગીતાબેન જાડેજા અને જયોતિબેન પરમારે જણાવ્યું હતું કે, જનતાનો સહકાર અને પ્રેમ જોઈને સ્પષ્ટ થાય છે કે આ વખતે રાજકારણમાં બદલાવ ચોક્કસ આવશે. તેમણે ખાતરી આપી હતી કે, જો જનતા તેમને સેવા કરવાની તક આપશે, તો આ સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા માટે તેઓ કટિબદ્ધ હોવાનું જણાવેલ હતું.
(2:00 PM IST)










