<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

લાંચિયાઓ સામે લડવા, લાંચ રૂશ્‍વત વ્‍યુરો રાજકોટ એકમ યોગ પ્રાણાયમ દવારા સજજ

એસીબી નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલા અને મદદનિશ નિયામક જીગર મેવાડાની રાહબરીમા આંતર રાષ્‍ટ્રીય યોગા દિવસે તમામ અધિકારીઓ અને સ્‍ટાફનું સરાહનીય કાર્ય

રાજકોટ તા. રર :..  લાંચિયા અધિકારીઓ, સ્‍ટાફ કે જે નાના સામાન્‍ય માણસ પાસે વ્‍યાજબી અને સાચા કાર્ય માટે પણ લોકો પાસેથી નાણાં ઉઘરાવી સરકાર  બદનામ થાય તેવા કળત્‍ય સહિત વિવિધ રીતે નાણાં પડાવનારા લોકો સામે એસીબી વડા પિયુષ પટેલના સૂચનથી જંગ શરૂ થર્યો છે.  આ જંગ અસરકારક રીતે લડવા માટે નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલા અને મદદનીશ નિયામક જીગર મેવાડા દ્વારા તાબાના આધિકારીઓ, સ્‍ટાફને શારીરિક, માનસિક રીતે સજ્જ કરવા સઘન પ્રયાસો આરંભ્‍યા  છે. યોગ ટીચર  રાજ઼ કોઠારી દ્વારા આ યોગા અભ્‍યાસ કરાવવામાં આવેલ.

(2:32 PM IST)