<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

લગ્નના પંદર દિવસ બાદ દેવીકાબેનને ખબર પડી પતિ ધવલ બીજીસ્ત્રી સાથે વાતો કરે છે!

હૈદરાબાદથી છ મહિના પહેલા રાજકોટ રિસામણે આવેલી પરિણીતાએ ઉંઘની વધુ ગોળી પી લીધીઃ પતિ ધવલ અને સસરા રાજેન્‍દ્રભાઇ દાવડા વિરૂધ્‍ધ ગાંધીગ્રામ પોલીસમાં ગુનો નોંધાયો

રાજકોટ તા. ૨૫: એરપોર્ટ રોડ પર પિયરમાં રહેતી એક ૩૧ વર્ષીય પરિણીતાએ હૈદરાબાદ રહેતાં તેના પતિ અને સસરાના ત્રાસથી કંટાળીને ઊંઘની ગોળીઓ ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે ચડી છે. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે તેના પતિ અને સસરા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે જુના એરપોર્ટ રોડ પર યોગેશ્વર સોસાયટીમાં રહેતાં દેવીકાબેન ધવલભાઇ દાવડા (ઉ.વ.૩૧)ની ફરિયાદ પરથી હૈદરાબાદ સુમત્રા કુથલુબાપુર મશહાનગર એસ્‍ટેટ સાઇ બાલાજી નિવાસ એપાર્ટમેન્‍ટ ખાતે રહેતાં તેણીના પતિ ધવલ અને સસરા રાજેન્‍દ્રભાઇ રતનશીભાઇ દાવડા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. પોલીસ ફરિયાદમાં જણાવ્‍યા મુજબ દેવીકાબેનના લગ્ન સવા વર્ષ પહેલાં જામનગરના મુળ વતની અને હાલ તેલંગાણાના હૈદરાબાદ ખાતે ફ્‌લેટમાં રહેતાં ધવલ રાજેન્‍દ્રભાઈ દાવડા સાથે થયા હતા. લગ્નજીવનના શરૂઆતના ૧૫ દિવસ બાદ જ દેવિકાબેનને જાણવા મળ્‍યું હતું કે તેનો પતિ ધવલ કોઈ અન્‍યસ્ત્રી સાથે ફોન પર સતત સ્‍નેપચેટથી વાતચીત કરતો હતો. આ બાબતે પુછતાં પતિ તેની સાથે અવારનવાર ઝઘડા કરતો હતો અને શારીરિક-માનસિક દુઃખ ત્રાસ આપતો હતો.

ફરિયાદમાં વધુમાં જણાવ્‍યા અનુસાર પતિ ધવલ દેવિકાબેન સાથે સરખું વર્તન રાખતો નહોતો. આ ઉપરાંત તેના સસરા રાજેન્‍દ્રભાઈ પણ તેને અવારનવાર તેના માતા-પિતા વિશે આડું-અવળું બોલીને મેણા-ટોણા મારતા હતા. આ ત્રાસથી કંટાળીને દેવિકાબેન છેલ્લા છ મહિનાથી પોતાના પિયરે રિસામણે આવી ગઈ હતી. આ દરમિયાન  ગત ૨૩/૬ના રોજ સાંજે  દેવિકાબેન પોતાના પિયરે હતી. પતિએ તેને રાખવાનો ઇનકાર કરી વાતચીત પણ બંધ કરી દીધી હોવાથી અને તે અન્‍યસ્ત્રી સાથે જ વ્‍યસ્‍ત રહેતો હોવાના વિચારો આવતા તેણી ભારે માનસિક આઘાતમાં સરી પડી હતી. આ કારણેં તેણીએ ઘરમાં પડેલી ઊંઘની ગોળીઓ વધુ પ્રમાણમાં પી લીધી હતી. તેમ ફરિયાદમાં જણાવતાં પીએસઆઇ એમ. એન. પીઠીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(2:20 PM IST)