તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
સોમવારે જિલ્લા પંચાયતમાં ઉત્સવી માહોલ
૮ સમિતિઓના અધ્યક્ષોની ચૂંટણીઃ કાર્યકરો ઉમટશેઃ કચેરીમાં સુશોભન થશે

રાજકોટ તા.૧૫: સોૈરાષ્ટ્રની સોૈથી મોટી રાજકોટ જિલ્લા પંચાયતમાં ગઇ તા.૯ જુલાઇએ ખાસ સામાન્ય સભામાં પંચાયતની ૮ સમિતિઓની રચના થયા બાદ હવે તા.૨૦ સોમવારે સવારથી બપોર સુધીમાં થોડા-થોડા સમયના અંતરે સમિતિઓની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં જે તે સમિતિના અધ્યક્ષની ચૂંટણી થશે. અપીલ સમિતિમાં હોવદાની રૂએ જિલ્લા પંચાયતના પ્રમુખ અધ્યક્ષ હોય છે. બાકીની સમિતિઓના અધ્યક્ષ જાહેર થઇ ચુકયા છે. સોમવારે સમિતિઓના સુકાનીઓના પદગ્રહણ પ્રસંગને અનુલક્ષીને પંચાયત કચેરીમાં ઉત્સવી માહોલ સર્જાશે.
જિલ્લા પંચાયતમાં કારોબારી, બાંધકામ, શિક્ષણ, આરોગ્ય, સિંચાઇ, મહિલા અને બાળ વિકાસ વગેરે સમિતિઓમાં અધ્યક્ષની પસંદગીમાં જ્ઞાતિ અને તાલુકાઓની ભૂગોળ સંતુલન જાળવવા શાસક ભાજપે પ્રયાસ કર્યો છે. પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ અને સમિતિઓના અધ્યક્ષોની મુદત અઢી વર્ષની રહેશે. કુલ ૮ પૈકી બાંધકામ મતે મહિલા બાળ કલ્યાણ સમિતિમાં મહિલા સભ્યને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
સમિતિઓના નવા અધ્યક્ષો પોતાના પદગ્રહણ પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે પોતાના મતક્ષેત્રના કાર્યકરો અને શુભેચ્છકોને નિમંત્રણ આપી રહયા છે. ગઇ ટર્મમાં સમિતિઓના અધ્યક્ષો માટે બેઠક વ્યવસ્થા હતી તે યથાવત રાખવામાં આવી છે. એક સાથે ૮ સમિતિઓના અધ્યક્ષોની વિધિવત ચૂંટણી હોવાથી પંચાયત કચેરીમાં મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરી થશે. પાર્ટીના પદાધિકારીઓ પણ આવશે. સુશોભનનું આયોજન થઇ રહયુ છે. મીઠા મોઢા કરાવી શુભેચ્છાની વર્ષા થશે. ફુલો અને ગુલદસ્તાથી વાતાવરણ મહેકી ઉઠશે. સમિતિઓના અધ્યક્ષો ચૂંટાયા પછી લોકોના કાર્યોને વધુ ગતિ મળશે.
કઇ સમિતિની બેઠક કેટલા વાગ્યે?
સમિતિનું નામ અધ્યક્ષનું નામ ચૂંટણી સમય
કારોબારી સમિતિ નરસીભાઇ સોજીત્રા ૧૦:૩૦
સામાજીક ન્યાય સમિતિ જગદીશ પરમાર ૦૧:૦૦
શિક્ષણ સમિતિ નિલેષ હીરપરા ૧૨:૦૦
આરોગ્ય સમિતિ વિલાસભાઇ ઢાંકેચા ૧૨:૩૦
બાંધકામ સમિતિ ભારતીબેન હુંબલ ૧૧:૦૦
અપીલ સમિતિ સંજય પીપળિયા ૦૨:૦૦
મહિલા બાળ વિકાસ સમિતિ કુંદનબેન માવલ ૦૧:૩૦
સિંચાઇ સહકાર સમિતિ દેવેન્દ્ર જાપડિયા ૧૧:૩૦
(2:32 PM IST)










