<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

રાજકોટ હાઇવે પર નવાગામ નજીક ગમખ્વાર અકસ્માત :કાર ચાલકે મોપેડને અડફેટે લેતાં કરચલિયા પરા વિસ્તારના બે યુવકોના મોત

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM) અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ભાવનગર-રાજકોટ હાઇવે પર નવાગામ નજીક એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પૂરઝડપે આવી રહેલા એક કાર ચાલકે મોપેડ પર સવાર બે યુવકોને જોરદાર અડફેટે લીધા હતા. આ ગંભીર અકસ્માતમાં બંને યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યાં હતાં. 

  ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM) અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક બંને યુવકો ભાવનગર શહેરના કરચલિયા પરા વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે, જેના પગલે પોલીસે તેમના પરિવારજનોને જાણ કરવા સહિતની કાર્યવાહી શરૂ કરી છે.

(1:08 AM IST)