News of Tuesday, 2nd June 2026
દક્ષિણ પશ્ચિમ ચોમાસાની તેજ ગતિઃ ૨થી ૮ જૂન સુધી ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફારની સંભાવના
હવામાન વિશ્લેષક નિતેશ વડાવિયાઃસૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાપટાં વરસાદ પડશેઃ આગલા દિવસ કરતાં પવન ઘટશેઃ છેલ્લા દિવસે વધશેઃ હવે બફારાનો સામનો કરવો પડશે

રાજકોટ, તા.૨: દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. આગામી ૪થી ૫ દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના કેટલાક ભાગો, લક્ષદ્વીપ ટાપુઓ, કેરળ અને તમિલનાડુના કેટલાક ભાગો તેમજ બંગાળની ખાડીના વિવિધ વિસ્તારોમાં ચોમાસાને આગળ વધવા માટે પરિબળો સંપૂર્ણપણે સાનુકૂળ બન્યા છે.
ગુજરાતના આગામી દિવસોના હવામાન અંગે ર્ંહવામાન વિશ્લેષક નિતેશ વડાવિયા આગાહી કરતા જણાવે છે કેર્,ં તા. ૦૨ જૂનથી તા. ૦૮ જૂન સુધી રાજ્યના વાતાવરણમાં મિશ્ર અસરો જોવા મળશે. હાલ આવતા ચાર દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડવાની શકયતા છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. શરૂઆતના ચાર દિવસ બાદ, પછીના ચાર દિવસ દરમિયાન રાજ્ય સ્તરે ઝાપટાં સ્વરૂપે હળવા વરસાદની પરચુરણ શકયતાઓ સેવાઈ રહી છે.
વધુમાં હવામાન વિશ્લેષક નિતેશ વડાવિયા જણાવે છે કે,વરસાદી માહોલ વચ્ચે પણ રાજ્યમાં તાપમાનનો પારો ૩૯ ડિગ્રીથી ૪૨ ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં રહેશે. આગામી દિવસોમાં પવનના પ્રમાણમાં ઘટાડો જોવા મળશે, જેના કારણે હવામાં ભેજ વધતા અસહ્ય બફારો અને અકળામણ વધશે. આમ, નાગરિકોએ આગામી એક સપ્તાહ સુધી ગરમી, બફારા અને કયાંક વરસાદી ઝાપટાંનો સામનો કરવો પડશે.
(10:49 AM IST)










