તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 6th July 2026
બાળકો માટે ફેશન શો, ફ્રી હેલ્થ ચેકઅપ, સિંગીંગ, ડાન્સીંગ કોમ્પીટીશન, વિદ્યાર્થી સન્માન
આત્મનિર્ભર ફાઉન્ડેશન દ્વારા ૧રમીએ

રાજકોટ : આત્મનિર્ભર ફાઉન્ડેશન દ્વારા ફેશન શો બાળકો તથા વાલી માટે ફ્રી હેલ્થ ચેકઅપ, વિવિધ ગેમ્સ, સિંગીંગ કોમ્પીટીશન, ડાન્સીંગ કોમ્પીટીશન અને વિદ્યાર્થી સન્માન સમારંભનું નિઃશુલ્ક આયોજન કરેલ છે.
આ કાર્યક્રમ ૧ર જુલાઇના બપોરે ૩:૩૦ કલાકે, હોટલ કલાસિક, લીમડા ચોક, મોમાઇ ટી સ્ટોલની ઉપર, સાંતમા માળે, રાજકોટ ખાતે યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, મેયર નેહલ શુકલા, મુકેશભાઇ તન્ના, ડૉ. ભરતભાઇ બોઘરા, ઉપસ્થિત રહેશે. તમામ વિજેતાઓને શિલ્ડ તથા ગીફટ આપી સન્માનિત કરવામાં આવશે. આયોજનામાં જયશ્રીબેન ગોહેલ, હર્ષાબેન ભટ્ટ, સીમાબેન, પારૂલબેન બુધ્ધદેવ, કલ્પનાબેન ત્રિેવેદી જહેમત ઉઠાવી રહ્યા છે. રજીસ્ટ્રેશન તેમજ વધુ માહિતી માટે આત્મનિર્ભર ફાઉન્ડેશનના પ્રમુખ તન્વી લ્હેરૂનો મો. ૮૮૪૯૮૦ર૬પ૬ ઉપર સંપર્ક કરવા યાદીના અંતમાં જણાવાયું છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:58 PM IST)










