તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
પેડક રોડની ગુજરાત સોસાયટીમાં ફરસાણના વેપારીની આત્મહત્યા
૩૧ વર્ષના કિશનભાઇ નળીયાપરા બપોરે જમવા આવ્યા બાદ રૂમમાં જઇ લટકી ગયાઃ માસુમ દિકરીએ પિતાનું છત્ર ગુમાવ્યું

રાજકોટ તા. ૨: પેડક રોડ પરની ગુજરાત સોસાયટીમાં રહેતાં કિશનભાઇ પ્રવિણભાઇ નળીયાપરા (ઉ.વ.૩૧) નામના ફરસાણાના વેપારી યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ કિશનભાઇ નળીયાપરાએ ગઇકાલે પોતાના ઘરે ફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીજન પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર કિશનભાઇ નળીયાપરા બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. તેમને પારેવડી ચોકમાં ફરસાણની દુકાન હતી.
સગાના કહેવા મુજબ ગઇકાલે બપોરે દુકાનેથી જમવા આવ્યા બાદ તેના રૂમમાં જઇ કિશનભાઇએ ગળાફાંસો ખાઇ લીધો હતો. પત્નિ દિકરીને સુવડાવવા ગયા ત્યારે ઘટનાની જાણ થઇ હતી. આપઘાત પાછળ કોઇ કારણ નહિ હોવાનું સગાએ કહ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ કિશનભાઇને વડીલોએ વાતે વાતે ગુસ્સે નહિ થવા બાબતે સમજાવ્યા હોઇ કદાચ માઠુ લાગી તજાં પગલુ ભર્યુ હોઇ શકે છે. આ બનાવથી ત્રણ વર્ષની દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવી દીધી હતી.
(3:56 PM IST)










