<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

શ્રોફ રોડ લાઇબ્રેરીમાં માથાફાડ ગરમીમાં પણ પંખા બંધ! મસમોટા દાવા કરતા સંચાલકોને સ્‍વઅનુભવ કરવા જેવો!

તંત્રી શ્રી,

રાજકોટ મ્‍યુ.કોર્પોરેશન દ્વારા સંચાલીત શ્રોફરોડ લાઇબ્રેરીના (દતોપંત ઠેંગડી પુસ્‍તકાલય) જનરલ વાંચનાલય વિભાગમાં અમુક પંખા બંધ થઇ ગયા છે. વાચકોએ ત્‍યાના સ્‍ટાફને આ અંગે એકથી વધુ વખત ફરીયાદ કરી પણ છે છતા સમસ્‍યાનું નિરાકરણ હજુ સુધી થયુ નથી તે કમનસીબ બાબત કહી શકાય. ખરેખર તો ત્‍યાં કોન્‍ટ્રાકટ બેઇઝ કર્મચારી મહિલાઓ આ ફરીયાદ આગળ મોકલ્‍યાનું કહે છે. કદાચ સાચુ પણ હોય. તો પછી સવાલ એ છે કે ઉપરના અધિકારીઓએ વાચકોને ભરઉનાળે પરસેવે નિતરવાનો મસ્‍ત નિર્ણય કર્યો છે?

પંખો રિપેર કરતા બહુ તો મિનીટો થાય અથવા સાવ બગડી જાય તો રિપ્‍લેસ તો થઇ જ શકે. પણ કરવુ હોય તો જ!!! આવી અવ્‍યવસ્‍થા માટે જે કોઇ જવાબદાર હોય તેણે એક વખત બંધ પંખાની સામે બેસી વર્તમાનપત્રોનો આનંદ? માણવાની જરૂર છે.

છેલ્લે એટલુ જ કે આ સમસ્‍યાનો ઉકેલ લાવો. ‘‘અક્કલમંદ કો ઇશારા કાફી''.

(2:56 PM IST)