તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
કારખાનેદાર અને ઇંટોના વેપારીના બેભાન હાલતમાં મૃત્યુ
પુનિતનગરના હરેશભાઇ અડીયેચા અને ગોૈતમનગરના અનિલભાઇ વરીયાએ દમ તોડયોઃ પરિવારોમાં શોક

રાજકોટ તા. ૫: બેભાન હાલતમાં પુનીતનગરના કારખાનેદાર અને ગાંધીગ્રામમાં રહેતાં ઇંટોના વેપારીના મૃત્યુ થયા છે. બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર કારગત નિવડી નહોતી.
જાણવા મળ્યા મુજબ ગોંડલ રોડ પુનિતનગર-૧૦માં રહેતાં હરેશભાઇ કોૈશીકરાય અડીયેચા-ગુર્જર સુથાર કઉઉવ.૪૬) રાતે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્૭ાફે તાલુકા પોલીસને કરી હતી. મૃત્યુ પામનાર કારખાનુ ચલાવતાં હતાં. તે પરિવારના એકના એક આધારસ્તંભ હતાં. સંતાનમાં બે પુત્ર છે. તેમને કેન્સર હોવાનું સગાએ કહ્યુ઼ હતું. પોલીસે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
બીજા બનાવમાં ગાંધીગ્રામ ગોૈતમનગર-૪ લાખના બંગલા પાસે રહેતાં અનિલભાઇ જેઠાભાઇ નળીયાપરા-વરીયા (ઉ.વ.૫૧) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તેઓ ઇંટોના ભઠ્ઠા ચલાવતાં હતાં. ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. સગાના કહેવા મુજબ તેમને કેન્સર લાગુ પડયું હતું. ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
(4:43 PM IST)










