<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

અતિ કઠિન કૈલાશ માનસરોવર પરિક્રમા સંપન્ન : ૧૮,૫૦૦ ફૂટની ઊંચાઈએ પત્‍નીની પ્રેરણા અને મહાદેવની કળપા બની રક્ષક

રાજકોટના દંપતી કનૈયાલાલ મોટલા અને નીતા મોટલાએ ૪૫ કિમીની દુર્ગમ યાત્રા પૂર્ણ કરી : કુદરતી આફત પૂર્વે સહીસલામત પરત ફરી અન્‍યો માટે પ્રેરણારૂપ બન્‍યા

રાજકોટ : સનાતન પરંપરામાં દેવાધિદેવ મહાદેવના સાક્ષાત્‌ નિવાસસ્‍થાન સમા કૈલાશ પર્વત અને મનની શુદ્ધિ કરનારા પરમ પવિત્ર માનસરોવરની યાત્રા સમગ્ર વિશ્વમાં સૌથી દુર્લભ અને અલૌકિક આધ્‍યાત્‍મિક અનુભવ મનાય છે. કહેવાય છે કે, જ્‍યારે ખુદ ‘મહાદેવની ઇચ્‍છા' અને બુલાવો હોય ત્‍યારે જ જીવ આ પરમ પવિત્ર ભૂમિના દર્શન કરી શકે છે. સમુદ્ર સપાટીથી આશરે ૧૮,૫૦૦ ફૂટની વિષમ ઊંચાઈ, હાડ ગાળી નાખતી ઠંડી, ઓક્‍સિજનની અછત અને પથરાળ-દુર્ગમ ભૂપ્રદેશ વચ્‍ચે રાજકોટના જાણીતા દંપતી શ્રી કનૈયાલાલ મોટલા અને તેમના ધર્મપત્‍ની શ્રીમતી નીતા મોટલાએ પવિત્ર કૈલાશની ૪૫ કિલોમીટરની પગપાળા પરિક્રમા અત્‍યંત સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.

આ કઠોર યાત્રાના મૂળમાં શ્રીમતી નીતા મોટલાનું પ્રેરણાદાયી વ્‍યક્‍તિત્‍વ અને શારીરિક-માનસિક સજ્જતા મુખ્‍ય આધારસ્‍તંભ રહ્યા હોવાનું જણાવેલ છે. ૯૦ના દાયકાથી સફળ ફેશન ડિઝાઇનર તરીકે ઓળખ ધરાવતા અને રોટરી ક્‍લબના માધ્‍યમથી સામાજિક સેવામાં અગ્રેસર નીતાબહેન માત્ર ગળહિણી જ નથી, પરંતુ ફિટનેસ ક્ષેત્રે પણ અદભુત મનોબળ ધરાવે છે. તેઓ ‘રાજકોટ રનર્સ' સાથે જોડાઈને ૪૨ કિલોમીટરની ૮ ફુલ મેરેથોન તેમજ ‘રાજકોટ સાયકલિંગ ક્‍લબ' મારફતે ૨૦૦ કિલોમીટરની ૬ રાઈડ્‍સ સફળતાપૂર્વક પૂર્ણ કરી ચૂકયા છે. તેમના આ જ ખેલદિલી ભર્યા જુસ્‍સા અને પ્રોત્‍સાહને સમગ્ર યાત્રા દરમિયાન પ્રેરકબળનું કામ કર્યું હોવાનું જણાવાયું છે.

પોતાની કારકિર્દીની શરૂઆત ડીલર સ્‍તરે એક સાધારણ સેલ્‍સ એક્‍ઝિકયુટિવ તરીકે કરીને આજે અગ્રણી કોર્પોરેટ જૂથ એસ્‍સાર (Essar) માં રિજનલ હેડ જેવા જવાબદાર હોદ્દા સુધી પહોંચેલા શ્રી કનૈયાલાલ મોટલા માટે વ્‍યસ્‍ત કોર્પોરેટ દિનચર્યા વચ્‍ચે આ યાત્રા શ્રદ્ધા અને સહનશક્‍તિની અગ્નિપરીક્ષા સમાન હતી.

યાત્રાના દિવ્‍ય અનુભવો વર્ણવતા એસ્‍સારના રિજનલ હેડ શ્રી કનૈયાલાલ મોટલાએ જણાવ્‍યું હતું કે, ‘‘કૈલાશ માનસરોવરની પવિત્રતા અને દિવ્‍ય ઊર્જા અકલ્‍પનીય છે. આ એવી અલૌકિક યાત્રા છે જે કેવળ અને કેવળ ‘મહાદેવની ઇચ્‍છા' હોય તો જ સંપન્ન થાય છે. પરિક્રમા દરમિયાન રહેવા કે જમવાની પૂરતી સગવડો નહોતી અને માર્ગ અત્‍યંત વિષમ હતો, પરંતુ મારી પત્‍ની નીતાની સતત પ્રેરણા અને ફિટનેસના માર્ગદર્શને મને ખૂબ મોટું બળ આપ્‍યું. સૌથી મોટી વાત એ રહી કે ભોળાનાથની અસીમ દયાથી અમે સમયસર આખી પરિક્રમા નિર્વિઘ્‍ને અને સહજતાથી પૂર્ણ કરી શકયા. અમે ત્‍યાંથી નીકળ્‍યા તે પછી ત્‍યાં ભારે કુદરતી આફત સર્જાઈ હતી, પરંતુ મહાદેવે જ કળપા વરસાવીને અમારું સમયસર રક્ષણ કર્યું અને અમને સહીસલામત ઉગારી લીધા.''

આ દંપતીની આ સફળ અને ભક્‍તિમય સફર આજે એવા દરેક પરિવાર માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે, જેઓ ઈશ્વરીય શ્રદ્ધા, શારીરિક સજ્જતા અને જીવનસાથીના પરસ્‍પર સહકાર થકી જીવનના સૌથી અતિ વિષમ પડકારોને પણ સરળતાથી સર કરવા ઈચ્‍છે છે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે એસ્‍સારના શ્રી કનૈયાલાલ મોટલા, તેમના ધર્મપત્‍ની શ્રીમતી નીતા મોટલા અને તેમના પુત્ર પાર્શ્‍વ મોટલા નજરે પડે છે.

(11:05 AM IST)