તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
વોર્ડ નં. ૪માં નવા પાણીના નેટવર્ક માટે કવાયત તેજઃ મોરબી રોડ પર જમીન ફાળવણી પ્રક્રિયા અંતિમ તબક્કામાં: ઉદય કાનગડ
ધારાસભ્ય, કોર્પોરેટરો અને સિટી ઈજનેરની સંયુક્ત સાઈટ વિઝિટઃ ચૂંટણી ઢંઢેરામાં કરાયેલી પાણી સુવિધા સુધારવાની પ્રતિબદ્ધતા સાકાર થવા તરફ

રાજકોટ તા.૧૯: શહેરના વોર્ડ નં. ૪માં લાંબા સમયથી ચર્ચાતી પીવાના પાણીની સુવિધા મજબૂત બનાવવા માટે નવી ESR (Elevated Service Reservoir) અને GSR (Ground Service Reservoir) બનાવવાની દિશામાં મહત્વની પ્રગતિ થઈ રહી છે. આ પ્રોજેક્ટ માટે યોગ્ય સ્થળ નક્કી કરવાની પ્રક્રિયા હાલ અંતિમ તબક્કામાં પહોંચી હોવાનું ધારાસભ્ય ઉદય કાનગડે જણાવ્યું હતું
આ અંગે ઉદય કાનગડે જણાવ્ય હતુ કે મોરબી રોડ વિસ્તારમાં ESR અનેGSR માટે જરૂરી જમીન મેળવવા છેલ્લા બે મહિનાથી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે કલેક્ટર કચેરી પાસે સરકારી જમીનની માંગણી કરવામાં આવી છે. જમીન ફાળવણી અંગેની પ્રક્રિયા હાલ અંતિમ તબક્કામાં હોવાનું જાણવા મળે છે.
આ મુદ્દે આજે ધારાસભ્ય, વોર્ડના કોર્પોરેટરો તથા રાજકોટ મહાનગરપાલિકાના સિટી ઈજનેર દ્વારા સંભવિત સ્થળની મુલાકાત લઈ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સ્થળ પર ઉપલબ્ધ જમીન, ભવિષ્યની પાણી જરૂરિયાતો અને ટેકનિકલ પાસાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વોર્ડ નં. ૪માં વધતી વસતી અને વિસ્તરી રહેલા રહેણાંક વિસ્તારોને ધ્યાનમાં રાખીને પાણી પુરવઠાની સુવિધા વધારવાનું આયોજન ચૂંટણી પ્રચાર દરમિયાન પણ અગ્રતા ધરાવતા મુદ્દાઓમાં સામેલ હતું. હવે ESR અને GSR માટે જમીન ફાઈનલ થવાની પ્રક્રિયા આગળ વધતા આ મહત્વાકાંક્ષી યોજના સાકાર થવા તરફ આગળ વધી રહી છે.
નવી પાણી સંગ્રહ અને વિતરણ વ્યવસ્થા ઉભી થવાથી મોરબી રોડ, કુવાડવા રોડ તેમજ આસપાસના વિસ્તારોમાં પાણીના દબાણમાં સુધારો થવાની સાથે ભવિષ્યમાં વધતી વસતીને નિયમિત અને પૂરતો પાણી પુરવઠો સુનિヘતિ કરવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(3:32 PM IST)










