તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
આપાભાઇના ગીત-ભજન વગર લોકસંગીતનો કાઇપણ કાર્યક્રમ આજે પણ અધુરો ગણાય
કવિ આપ સ્મૃતિ વિશેષ ‘સંભારણા' કાર્યક્રમમાં પદ્મશ્રી હેમંત ચૌહાણ, કિર્તીદાન ગઢવી, રાજેશ ગઢવી સહિતના કલાકારોએ આપાભાઇની અનેકવિધ અમરરચનાઓ રજૂ કરી શ્રદ્ધાંજલી અર્પી

રાજકોટ : જાણીતા કવિ, લેખક, ગાયક, વક્તા, સ્વરકાર, સંગીતકાર સ્વ. આપાભાઈ ગઢવી (કવિ ‘આપ') ની ૩૨મી પૂણ્યતિથિ નિમિતે કવિ આપ પરિવાર દ્વારા ‘સંભારણાં' કાર્યક્રમ તાજેતરમાં અત્રે રાજકોટના ભૂપેન્દ્ર રોડ સ્થિત શ્રી બાલાજી હનુમાનજી મંદિરના નવનિર્મિત સભાગળહ ખાતે યોજાઈ ગયો.
પ્રસ્તુત ‘‘સંભારણાં'' કાર્યક્રમમાં સામેલ કલાકારગણ સહિત શ્રી બાલાજી મંદિરના કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી, ભક્તિ સ્વામી, કિર્તન ભગત આદિ સંતો દ્વારા કાર્યક્રમના દિપ પ્રાગટય બાદ પદ્મશ્રી હેમંત ચૌહાણ, કિર્તીદાન ગઢવી, રાજેશ ગઢવી આદિ કલાકારોએ આપાભાઈની અનેકવિધ અમર રચનાઓને વિશાળ જનમેદની સમક્ષ પ્રસ્તુત કરી.
શિવ તનય જય નાથ ગજાનંદ, કૈસે કહું સત્તગુરુ કે મહિમા, મોરલાં બોલે રે, સેવક સુજાન હૌં, કોઈ માટેલ જઈને મનાવો, હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવું, હે માનવ વિશ્વાસ કરી લે, જાણે ઉગ્યું મંદીરિયામાં આભ, ઉગમણે બારણે, માનવ નડે છે માનવીને, તમોને મુબારક તમારી અમીરી, મોગલ છેડતાં કાળો નાગ આદિ રચનાઓની ગીત-સંગીતમય રજુઆત શ્રોતાઓને વિશેષ આકર્ષી ગઈ.
પદ્મશ્રી હેમંત ચૌહાણે જણાવ્યું કે આપાભાઈની મહત્તમ રચના - સ્વરાંકનો મને ગાવા મળ્યાં એને હું મારું મોટું સૌભાગ્ય માનું છું. કિર્તીદાન ગઢવીએ પણ પોતાની સંગીત કારકિર્દીના સીમાચિホ રુપ શણગાર તરીકે આપાભાઈની રચનાઓ ગણાવી. ધીરુભાઈ સરવૈયાએ કહ્યું કે ગુજરાતના લોકસંગીતની એકે ય રાત એવી નહિ હોય કે જ્યાં આપાભાઈની રચનાઓ ગવાતી ન હોય. આપાભાઈના ગીત- ભજન વગર લોકસંગીતનો કોઈ પણ કાર્યક્રમ આજે પણ અધુરો ગણાય છે.
લતા મંગેશકર , આશા ભોંસલે, કવિતા કળષ્ણમૂર્તિ આદિ જેની રચનાના પ્રશંસક રહ્યાં છે એવા સમર્થ કવિ આપાભાઈની કલમ સાહિત્યના દરેક પાસા, પ્રકાર અને રસ વૈવિધ્ય પર ચાલી છે, પ્રદેશ રાજ્યના સિમાડા વળોટી દેશ વિદેશ ગુંજે છે. આજ એમની રચનાઓ, એમ કહી અનુભા ગઢવી અને મેરાંણ ગઢવીએ આપાભાઈની લોકબાની અને ચારણીબાની કેટલીક ઉત્તમ રચનાઓની રજુઆત કરી શ્રોતાઓને રીતસરનાં ડોલાવ્યાં.
શિવ વંદના , અશ્વ, સાવઝ, વિજળી, કુળદેવી , હનુમાનજી ,યુદ્ધ વિભિષિકા, ડાક ગરજે ઘનઘોર, ઝૂંપડિયે કોક તો જાજો, વિરાટનો ગરબો, કાઠિયાવાડ વંદના, આપણે એક ડાળનાં પંખી આદિ આપાભાઈની બહુશ્રુત રચનાઓ પણ પ્રસ્તુત ‘સંભારણાં' કાર્યક્રમમાં સમાવિષ્ટ રહી. કાર્યક્રમનું સંચાલન અને પૂરક સ્વરાંકનની શળંખલા કવિપુત્ર નરહર આપાભાઈ ગઢવીએ રચી આપી અને બાલા ઉસ્તાદ, બળવંત ગોંસાઈ, રવિ જાદવ , દિનેશ ગઢવી, હિતેશ ગોંસાઈ, અભય વ્યાસ, હિતેશ ઢાકેચા, શ્યામ, કાનજી, પ્રકાશની સુરીલી સાઝ સંગતે લોકોએ મોડી રાત સુધી ઉપસ્થિત રહી ‘સંભારણાં' કાર્યક્રમને મન ભરીને માણેલ.
(2:27 PM IST)










