<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

આવાસ મળી ગયા, છતાં ઝૂંપડપટ્ટી ખાલી ન થઇ

આવાસ યોજનાઓના એસોસિએશન ફંડ માટે ચોક્કસ નીતિ બનાવો : પૂર્વ મેયર ડો. પ્રદીપ ડવની માંગ

રાજકોટ : વોર્ડ નં. ૧૪ના કોર્પોરેટર કેતન પટેલે જનરલ બોર્ડમાં જણાવ્‍યું હતું કે, લલ્લુડી વોકળી સહિત શહેરના જુદા-જુદા વિસ્‍તારોમાંથી ઝૂંપડપટ્ટીઓ દૂર કરવા વર્ષ ૨૦૧૦થી રિડેવલપમેન્‍ટ પૉલિસી અમલમાં છે. આ યોજના અંતર્ગત અનેક લાભાર્થીઓને આવાસ ફાળવાઈ ચૂકયા છે, છતાં કેટલીક જગ્‍યાએ ઝૂંપડપટ્ટીઓ યથાવત્‌ છે.

તેમણે જણાવ્‍યું હતું કે, આવાસ મેળવી લીધા બાદ પણ જૂની ઝૂંપડપટ્ટી ખાલી નહીં કરનારા લોકો સામે કડક શિક્ષાત્‍મક કાર્યવાહી થવી જોઈએ. લાભાર્થીને આવાસનો લાભ મળી ગયો હોય તો જાહેર જગ્‍યા અથવા સરકારી જમીન પરનું દબાણ ચાલુ રાખવાનો કોઈ અધિકાર રહેતો નથી.

પૂર્વ મેયર ડૉ. પ્રદીપ ડવે જણાવ્‍યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા નવી આવાસ યોજનાઓ સારી સુવિધાઓ સાથે બનાવવામાં આવે છે, પરંતુ મેન્‍ટેનન્‍સ માટે લાભાર્થીઓ પાસેથી એકત્ર થતું ભંડોળ ઘણી વખત એસોસિએશનના કેટલાક હોદ્દેદારો દ્વારા થોડાં વર્ષોમાં ખર્ચી નાખવામાં આવે છે. પરિણામે આવાસ યોજનામાં ભવિષ્‍યમાં જરૂરી સમારકામ કે સુવિધા માટે નાણાં ઉપલબ્‍ધ રહેતાં નથી. તેથી આવાસ યોજનાઓના એસોસિએશન ફંડના સંચાલન માટે પારદર્શક અને સચોટ નીતિ બનાવવી જરૂરી હોવાનું તેમણે જણાવ્‍યું હતું. 

(4:04 PM IST)