News of Wednesday, 23rd September 2026
સ્કુટરમાં ‘મદીરા' પણ મહેફીલ માટે રહી ગયા ‘અધુરા': દારૂ સાથે ત્રણ ઝડપાયા
લક્ષ્મીવાડી પાસે પીસીબીનો દરોડો : જંકશનના ગાયકવાડીમાં મકાનમાંથી પણ દારૂ સાથે એક ઝપટે ચડયોઃ પીઆઇ એમ. આર. ગોંડલીયાની ટીમના બે સ્થળોએ દરોડા

રાજકોટ તા. ર૩: શહેરમાં લક્ષ્મીનગર વિસ્તાર અને જંકશનના ગાયકવાડીમાં મકાનમાં પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ત્રણ સ્કુટરની ડેકીમાંથી ૪પ બોટલ અને મકાનમાંથી ૧ર બોટલ સાથે કુલ ૪ આરોપીને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.
પીસીબી પીઆઇ એમ. આર. ગોંડલીયાની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાણા સહિતના સ્ટાફે લક્ષ્મીવાડી શેરી નં. ૧૦ માંથી મહિપતસિંહ ગંભીરસિંહ વાઘેલા (ઉ.વ. ૪૪, રહે. કાંતા સ્ત્રી વિકાસગૃહ સામે), સાગર ઉર્ફે રાજો નિલેષભાઇ ખેર (ઉ.વ. ર૭) અને જયદેવ સુરેશભાઇ પરમાર (ઉ.વ. ૪૦ રહે. બંને લક્ષ્મીવાડી ૭ ને ઝડપી લઇ ર૮ હજારની દારૂની ૪પ બોટલ, ત્રણ સ્કુટર સહિત કુલ રૂા. ૧.૧૯ લાખના મુદામાલ સાથે ઝડપી લઇ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
બીજા દરોડામાં પીસીબીનાં હેડ કોન્સ્ટેબલ વી. જે. જાડા અને કિરતસિંહ ઝાલા સહિતના સ્ટાફે જંકશન પ્લોટમાં ગાયકવાડીમાં રહેતાં સારીક હાસમભાઇ જુણેજા (ઉ.વ. ૩ર) ના મકાનમાંથી તેને રૂા. ૧પ,૬૦૦ની દારૂની ૧ર બોટલ સાથે ઝડપી લઇ પ્ર.નગર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
(2:59 PM IST)










