તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
વરસે ભલે વાદળીને વાયુ ભલે વાય .... ભક્તિનગર સર્કલ ખાતે ‘દાદા'ની મૂર્તિનું સ્થાપન
પૂ. ઇન્દ્રભારતી બાપુએ આશીર્વચન આપ્યા : રમેશભાઇ ટીલાળા દ્વારા પૂજન અર્ચન

રાજકોટ : શહેરના ભક્તિનગર સર્કલ ખાતે યોજાતા છેલ્લા ર૦ વર્ષથી ધર્મરક્ષક પરિષદ તથા એમ.કે. ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત ગણપતિ મહોત્સવમાં ગણપતિ આયો બાપા, રિદ્ધિ સિદ્ધિ લાયોના નારા સાથે ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાની ઉપસ્થિતિમાં અને ધર્મરક્ષક પરિષદના ગૌતમ ગૌસ્વામી અને એમ.કે. ચેરીટેબલ ટ્રસ્ટના રમેશ ટઢિયા, ભૌતિક આસોદરીયા, મિતેષ આસોદરીયા, કેતન મેર, વિવેક પરસાણા, જેનીશ ભારતી ગોસ્વામી, મિતેષ આસોદરીયા, રવિ આટકોટીયાની આગેવાની હેઠળ ગણપતિ મહારાજનું સ્થાપન કરી મહોત્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે મહાઆરતીમાં પંચદશનામ જૂના અખાડાના મહંત ઇન્દ્રભારતી બાપુએ આશીર્વચન પાઠવ્યા હતા. વોર્ડ નં. ૧ના કોર્પોરેટર જયરાજસિંહ જાડેજા, વોર્ડ નં. ૧૪ના કોર્પોરેટર હિરેનભાઇ ખીમાણીયા, ચંદાબેન વાળા, માણસુરભાઇ વાળા, પ્રતિપાલસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. દરરોજ રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આજે રાત્રે મહાઆરતીનો કાર્યક્રમ યોજાશે. જેમાં ગંગેશ્વર મહાદેવ ગાંધગ્રામના મહંત અંકિતગિરિ બાપુ ઉપસ્થિત રહેશે. ધર્મપ્રેમી જનતાને દર્શનનો લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવેલ છે. તેમ મીડિયા ઇન્ચાર્જ હરેશભાઇ જોષી, સહઇન્ચાર્જ તરીકે ઉદય જોષી, હિતેષ જોષીએ યાદીમાં જણાવ્યું છે
(3:23 PM IST)










