<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

મુશ્‍કેલ સમયમાં પણ છાત્ર શક્‍તિએ પોતાનું કામ ટકાવી રાખ્‍યું છે, જે આનંદની વાત છેઃ ડો.પ્રતાપસિંહ ચૌહાણ

રાષ્‍ટ્રીયશાળા ખાતે સૌરાષ્‍ટ્ર વિદ્યાર્થી ઉત્‍કર્ષ સમાજ અને છાત્ર શક્‍તિ સુવર્ણ જયંતિ મહોત્‍સવની બેઠક નવા યુગના નેતૃત્‍વમાં અને વિદ્યાર્થીઓના પ્રશ્‍નો માટે છાત્ર શક્‍તિએ સદા અગ્રેસર રહેવું પડશેઃ ડો.અનામિક શાહ ૫૦ વર્ષથી છાત્ર શક્‍તિની જ્‍યોત પ્રજવલિત રાખવા બદલ યશવંત જસાણીનું સન્‍માન થવું જોઈએઃ જયંતીભાઇ કાલરીયા ૫૦ વર્ષથી ‘છાત્ર' શક્‍તિના તંત્રી તરીકે સેવા આપનાર યશવંત જનાણીનું યોગ્‍ય સન્‍માન થાય તે મારી અંગત ઈચ્‍છા છેઃ દિલીપભાઈ સંઘાણી

રાજકોટઃ સૌરાષ્ટ્ર વિધ્‍યાર્થી ઉત્‍કર્ષ સમાજ ટ્રસ્‍ટ સંચાલિત છાત્રશક્‍તિ(સાપ્તાહિક) સુવર્ણ જયંતી (૨૦૨૪) મહોત્‍સવ અભિવાદન સમિતિની એક બેઠક રાષ્ટ્રીય શાળા ના પ્રાર્થના હોલમાં સમિતિના ચેરમેન દિલીપભાઇ સંઘાણીની ઉપસ્‍થિતિમાં અને જુનાગઢ યુનિ. ના કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણના અધ્‍યક્ષ સ્‍થાને તથા રાષ્ટ્રીય શાળાના પ્રમુખ જયંતીભાઈ કાલરીયા,પૂર્વ ધારાસભ્‍ય,  પૂર્વ કેબિનેટ મંત્રી ગોવિદભાઈ પટેલ, ન્‍યૂરો સર્જન ડો. હેમાંગભાઈ વસાવડાની પ્રેરક ઉપસ્‍થિતિમાં મળેલ જેમાં સુવર્ણ જયંતી મહોત્‍સવની ઉજવણીની તારીખ નક્કી કરવા સમિતિના ચેરમેન દિલીપભાઇ સંઘાણીને સતા સોંપવામાં આવેલ જેઓ મુખ્‍ય સંયોજક ડો. અનામીક શાહ અને જનરલ સેક્રેટરી જીતુભાઈ ભટ્ટ સાથે પરામર્શ કરી તારીખ નક્કી કરશે સાથે સમય અને સ્‍થળ પણ પસંદ કરશે. આજની આ બેઠક સમિતિના ઉપસ્‍થિત સભ્‍યોમાં એક સુવર્ણ જયંતીની યાદગીરી રૂપે સ્‍મૃતિગ્રંથ પ્રસિદ્ધ કરવાનો અને છાત્ર શક્‍તિ ના ૫૦ વર્ષથી તંત્રી તરીકે સેવા આપનાર યશવંત જનાણીનું યથાયોગ્‍ય સન્‍માન કરવા માટે નો નિર્ણય લેવામાં આવેલ. તેમ સંસ્‍થાની યાદીમાં જણાવાયું છે.

સમિતિના પેટ્રન અને જુનાગઢ ની ભક્‍ત કવિ નરસિંહ મહેતા યુનિ. ના કુલપતિ પ્રતાપસિહ ચૌહાણ  જણાવેલ કે, હું સૌરાષ્ટ્ર વિધ્‍યાર્થી ઉત્‍કર્ષ સમાજ અને છાત્ર શક્‍તિ(સાપ્તાહિક) સાથે વર્ષોથી મારો છાત્ર શક્‍તિના તંત્રી યશવંત જનાણી ના કારણે નાતો છે. મુશ્‍કેલ સમયમાં પણ છાત્ર શક્‍તિનું પ્રકાશન ટકાવી રાખવાનું કામ કર્યું હોવા છતાં છાત્ર શક્‍તિ જે વિધ્‍યાર્થી યુવાનો ના મુખપત્ર તરીકે પ્રસિદ્ધ છે તે સુવર્ણ જયંતી ઉજવી રહેલ છે તેનો આનંદ આપણે વધારે થાય છે. આ ટ્રસ્‍ટની, સાપ્તાહિકની અને શ્રી જનાણી ની સિદ્ધિ છે.

સમિતિના પરામર્શક અને રાષ્ટ્રીય શાળાના પ્રમુખ જયંતીભાઈ કાલરીયા એ જણાવ્‍યું હતું કે, અમારી વિધ્‍યાર્થી પ્રવૃતિમાં ઓળખાણ આપનાર યશવંત જનાણી હતા. તેઓના નેતૃત્‍વમાં છાત્ર શક્‍તિ ૫૦ વર્ષ પૂરા સુવર્ણ જયંતી મહોત્‍સવ ઉજવી રહેલ છે તેનું ગૌરવ આ પ્રવૃતિ સાથે સંકળાયેલ છું તેથી મને પણ છે જ્‍યારે સમિતિના પેટ્રન અને પૂર્વ ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલે જણાવેલ એ, વર્ષોથી હું શ્રી જનાણી ના અનેક નાનામોટા કાર્યક્રમમાં એક મિત્ર તરીકે હાજરી આપતો આવ્‍યો છું. તેઓ દ્વારા પ્રકાશિત મુખપત્ર છાત્ર શક્‍તિ સુવર્ણ જયંતી ઉજવી રહેલ છે તે માટે તેઓ અભિનંદનના અધિકારી છે. તો જાણીતા ન્‍યૂરો સર્જન ડો. હેમાંગ વસાવડાએ જણાવેલ કે, હું યશવંત જનાણી ને એક કાર્યકર તરીકે વર્ષોથી ઓળખું છું તેના જેવા નિષ્ઠાવાન કાર્યકર ભાગ્‍યે જ જોવા મળશે.

આ પ્રસંગે મેયર ડો.નેહલભાઈ શુક્‍લ એ જણાવેલ કે,છાત્ર શક્‍તિ (સાપ્તાહિક)ને હું જાણું છું તે સુવર્ણ જયંતી ઉજવી રહેલ છે તેમાં મારુ સમર્થન છે.

આ પ્રસંગે સમિતિના ચેરમેન દિલીપભાઇ સંઘાણી એ જણાવ્‍યું હતું કે, સુવર્ણ જયંતી મહોત્‍સવ ની ઉજવણીની તારીખ ટૂંક સમયમાં જાહેર કરશું. આ પ્રસંગે ટ્રસ્‍ટના સ્‍થાપક ટ્રસ્‍ટી અને છાત્ર શક્‍તિ ના ૫૦ વર્ષથી તંત્રી તરીકે સેવા આપી છે તેવા યશવંત જનાણી નું  યોગ્‍ય સન્‍માન થાય તેવી આ સમિતિની અને મારી અંગત રીતે ઈચ્‍છા છે.

સમિતિના જનરલ સેક્રેટરી જીતુભાઈ ભટ્ટ દ્વારા પેટ્રન અને પરામર્શકો તથા વિશેષ આમંત્રિતો ને આવકારતા જણાવેલ કે, છાત્ર શક્‍તિ(સાપ્તાહિક) ૧૯૭૪ થી ૨૦૨૪ ના વર્ષ સુધી પ્રકાશન કરી ૫૦ વર્ષ પૂર્ણ કરેલ છે. તેથી આ ટ્રસ્‍ટની મળેલ મિટિગમાં છાત્ર શક્‍તિ સવર્ણ જયંતી મહોત્‍સવ યોજવા નિર્ણય લીધો છે તે માટે દિલીપભાઇ સંઘાણીના નેતત્‍વમાં એક વગદાર કમિટી રચવા નક્કી કરેલ છે તે માટે આ ઉજવણીનો કાર્યક્રમ નક્કી કરવા સમિતિની આજે આ બેઠક મળી રહી છે.

સમિતિના મુખ્‍ય સંયોજક ડો. અનામીકભાઈ શાહએ જણાવેલ કે છાત્ર શક્‍તિ એ સાચા અર્થમાં વિધ્‍યાર્થી અને યુવાનો નું મુખપત્ર રહેલ છે જે દ્વારા વિધ્‍યાર્થીઓના સામાન્‍ય પ્રશ્નોને વાચા આપવા અને શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન લાવવા પ્રયત્‍ન કરેલ છે. આ પ્રકાશિત મુખપત્ર દ્વારા નવા નેતૃત્‍વના નિર્માણ માટે તથા વિધ્‍યાર્થીઓ માં જાગૃતિ લાવવા પ્રયત્‍નો કરવામાં આવ્‍યા છે.

આભાર વિધિ સમિતિના ઉપપ્રમુખ અને સૌ. યુનિ. ના અંગ્રેજી ભવનના પ્રાધ્‍યાપક ડો. જયદિપસિહ ડોડીયા એ કરેલ જ્‍યારે બેઠકનું સંચાલન સૌ. યુનિ. ના રાષ્ટ્રીય સેવા યોજના ના પૂર્વ નિયામક ડો. જે એમ પનારા એ સાંભળેલ. કાર્યક્રમની વ્‍યવસ્‍થાની જવાબદારી કાર્યવાહક મંત્રી નયનભાઈ પંચોળીના સહકારથી સંજયભાઈ મકવાણા,નિખિલ સંઘાણી,પ્રકાશ મૌરી અને પર્મા ગઢવીએ સંભાળેલ.

આ બેઠકમાં ઉપપ્રમુખ તખુભા રાઠોડ અને ગિરીશભાઈ ટેવળીયા ઉપરાંત ડો. રમેશભાઈ ભાયાણી એડવોકેટ બાબુભાઇ માવાણી, શ્રી જના નભાઈ પંડયા,સુરેશભાઈ ચેતા,નિદત બારોટ, બેલ એમ તૈયદ, દર્શત જાની. સુરેશ પરમાર, સ્‍નેહલ આવાણી સુનિલ મહેતા હિંમતભાઈ લાબડીયા, શાંતિલાલ વિડીયા, મોટાભાઇ સંપત મીનુ જસદણવાલા, રાજુલ દવે, અશોક નાણગરિયા, વિનુભાઈરાવલ, મરીકાબેન જાડેજા,ભાવેશ આચાર્ય દેવેન્‍દ્ર પામીદિલીપભાઈ શુક્કર નંદલાલભાઈ જોશી સાથે ધરતીબેન મનીશા સુમતીબેન વશાણી શામાબેન અંતાણી તુલસીભાઈ પટેલ જીતુભાઈ, અતુલ જોશી, વિગેરે હાજર હતા.

તસ્‍વીરમાં સૌરાષ્‍ટ્ર વિદ્યાર્થી ઉત્‍કર્ષ સમાજની મહોત્‍સવ અભિવાદન બેઠકમાં પ્રવચન આપતા રાજકોટના મેયર ડો.નેહલ શુક્‍લ અને અધ્‍યક્ષ સ્‍થાનેથી પ્રવચન આપી રહેલા જૂનાગઢ યુનિ.ના કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણ, બાજુમાં સમિતીના જનરલ સેક્રેટરી જીતુભાઈ ભટ્ટ, રાષ્‍ટ્રીય શાળાના પ્રમુખ જયંતિભાઈ કાલરિયા, પૂર્વ ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, મુખ્‍ય સંયોજક ડો.અનામિક શાહ તથા સ્‍થાપક ટ્રસ્‍ટી યશવંત જનાણી નજરે પડે છે. ઉપરાંત ઉપસ્‍થિત સભ્‍યો અને આમંત્રીતો દર્શાય છે. આ સાથે સમિતીના ચેરમેન દિલીપભાઈ સંઘાણી અને જીતુભાઈ ભટ્ટ સાથે ચર્ચા કરી રહેલા યશવંત જનાણી નજરે પડે છે.

(3:28 PM IST)