તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
સેંકડો વર્ષો પછી પણ તામિલનાડુમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓએ ઓળખ અને આપણી પ્રણાલીઓ જાળવી રાખ્યા તે વિશ્વની વિરલ ઘટના : પુરુષોત્તમ રૂપાલા
તમિલનાડુના કુંભકોણમ્ ખાતે યોજાયો સૌરાષ્ટ્ર મહાસંગમ મેળાવડો : ૫ હજાર કરતા વધારે પ્રતિનિધિઓની ઉપસ્થિતિ : પૂર્વ કુલપતિ કમલેશ જોષીપુરા, સંત શ્રી ભાનુપ્રકાશદાસજી, શ્રી રામકળષ્ણ આશ્રમ તામિલનાડુના વિમુરતાનંદજી, રાજકોટના પ્રથમ મહિલા મેયર શ્રીમતી ભાવનાબેન જોષીપુરાની વિશેષ ઉપસ્થિતિ

રાજકોટ : તમિલનાડુમાં વસતા અને ૧૦૦૦ વર્ષ પહેલા ભગવાન સોમનાથજી ઉપરના વિદેશી આક્રમણ સમયે સ્થળાંતરિત થયેલા સૌરાષ્ટ્રવાસી સમુદાયની પ્રતિનિધિક સંસ્થા સૌરાષ્ટ્ર મધ્ય સભા દ્વારા વિશ્વવિખ્યાત યાત્રાધામ, પ્રાચીન શહેર કુંભકોણમ ખાતે ‘સૌરાષ્ટ્ર મહાસંગમ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશાળ મહાસંગમમાં તામિલનાડુના વિવિધ જિલ્લામાંથી વિવિધ ક્ષેત્રે આગવું પ્રદાન કરતા સૌરાષ્ટ્ર સમુદાયના અગ્રણીઓ, સાહિત્ય, કલા, ફિલ્મ, ન્યાયતંત્ર, વહીવટી તંત્ર, ઉદ્યોગપતિઓ વ્યાપારી અગ્રણીઓ શિક્ષણ શાષાીઓ, પત્રકારો, સંત પરંપરાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વર્તમાન સમયમાં તમિલનાડુના વિવિધ જિલ્લાઓમાં ૨૫ લાખ કરતા વધારે સૌરાષ્ટ્રવાસીઓ નિવાસ કરે છે. સૌરાષ્ટ્ર તામિલ સંગમનો પ્રારંભ સરસ્વતી પૂજન અને જૂની સૌરાષ્ટ્રની સંત પરંપરા આગળ વધારી તામિલનાડુમાં ભજનના માધ્યમથી જાગળતિ આણનાર સૌરાષ્ટ્રવાસી સંતોને અંજલી સાથે કરવામાં આવ્યો. રાજ્યભરમાં છેલ્લા થોડા દિવસોથી જાગળતિ પ્રેરક કાર્યક્રમોના ભાગરૂપે મશાલ યાત્રા આયોજિત કરવામાં આવી હતી. પૂર્ણ પ્રજ્વલિત મશાલ સાથે સંગમ સ્થળે યાત્રાળુ આવી પહોંચતા અધ્યક્ષ શ્રી સુરેન્દ્રનગર અને શ્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે મશાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્વવિખ્યાત સાડી ઉત્પાદક અને બ્રાન્ડેડ સાડીના વિક્રેતાઓને સાડી પૂરી પાડનાર ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ રાયા ગોવિંદરાજ પરિવારના શ્રી શ્રીનિવાસ રાયાના અધ્યક્ષ સ્થાને સ્થાનિક સ્વાગત સમિતિની રચના કરવામાં આવી હતી અને આ પરિવાર દ્વારા પ્રતિનિધિઓનું ભાવપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્ય સમારોહના અધ્યક્ષ સ્થાનેથી ઉદબોધન કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી સૌરાષ્ટ્રની ભાતીગળ ઓળખના અભ્યાસુ અને રાજકોટના સંસદ સભ્ય શ્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની સંકલ્પના મુજબ ૨૦૨૩ માં ગુજરાતના સોમનાથજી ખાતે ખૂબ જ મહત્વપૂર્ણ એવો સૌરાષ્ટ્ર તામિલ સંગમ આયોજિત કરવામાં આવ્યો. આજે જે પ્રકારે હજારોની સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ આજના મહા સંગમમાં આવ્યા છે તેનો ઉત્સાહ ઉમંગ અને બુલંદ ઉદઘોષ જોવા મળે છે. તેનાથી સ્વાભાવિક જ ગુજરાત સૌરાષ્ટ્રના નિવાસી તરીકે મને ખૂબ જ આનંદ થાય છે. ૧૦૦૦ વર્ષના લાંબાગાળા પછી પણ તામિલનાડુમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓએ ઓળખ અને પ્રણાલીઓ જાળવી રાખી તે વિશ્વની વિરલ ઘટના ગણી શકાય. શ્રી રૂપાલાએ તળ સૌરાષ્ટ્રની પ્રાચીન સંસ્કળતિ, સંત પરંપરા, સાથે ભજન સાથે ભોજનની ભવ્ય દિવ્ય પ્રણાલીનો ઉલ્લેખ કરી સૌરાષ્ટ્રનો પરિચય આપ્યો ત્યારે શ્રી રૂપાલાને ઉપસ્થિત હજારો સૌરાષ્ટ્રવાસીઓએ ઊભા થઈ અને અદકેરુ સન્માન આપ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ સૌરાષ્ટ્ર સમુદાય સાથે નિયમિત સંપર્ક દ્વારા વિવિધ કાર્યક્રમોના આયોજનમાં મુખ્ય માર્ગદર્શકની ભૂમિકા ભજવનાર શ્રી કમલેશ જોષીપુરા (મો.૯૮૨૪૨ ૧૨૦૩૩)એ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના શ્રી ઈશ્વરભાઈ દવે દ્વારા સૌરાષ્ટ્રવાસીઓ ઉપર ખૂબ જ સારું સંશોધન અને તેના આધાર ઉપર આધારભૂત પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે જે આપણા માટે ગૌરવ છે. ૨૦૦૫ની સાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિધિવત રીતે સૌરાષ્ટ્રવાસીઓની ગર્ભનાડ સૌરાષ્ટ્ર સાથે જોડવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો અને તેની અંદર વિદેશમાં વસતા આપણા સૌરાષ્ટ્રવાસીઓએ ખાસ ઊંડો રસ દાખવ્યો તેના પરિપથ રૂપે નિયમિત રીતે તાંજાવૂર પેઇન્ટિંગ, વ્યાકરણ સૌરાષ્ટ્ર ભાષા અને ગુજરાતી ભાષાના સમાનાર્થી શબ્દો સહિત અનેક ક્ષેત્રોમાં નિયમિત રીતે સંયુક્ત સંશોધનાત્મક કાર્યક્રમો આયોજિત થાય છે અને સૌરાષ્ટ્રવાસી યુવા મિત્રો પણ અવારનવાર ગુજરાત સૌરાષ્ટ્રની મુલાકાતે આવે છે અને ગુજરાતમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ૨૦૧૦માં મદુરાઈ ખાતે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર મહા સંગમ આયોજિત કરવામાં આવ્યો હતો અને પ્રધાનમંત્રીના ઉત્તરદાયિત્વ પછી પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી સૌરાષ્ટ્રવાસી બંધુ ભગિનીઓના પ્રતિનિધિ મંડળને મુલાકાત આપતા રહ્યા છે અને તેમની જ સંકલ્પના મુજબ સૌરાષ્ટ્ર તામિલ સંગમ આયોજિત કરવામાં આવ્યો હતો. ૨૦૦૫ ની સાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માધ્યમથી સૌરાષ્ટ્રવાસીઓનો સંપર્ક પુનઃ પ્રસ્થાપિત કરવામાં જેમનો અગ્રણી ફાળો હતો તેવા સાહિત્યકાર સ્વ. શ્રી ટી. દામોદરન, અમેરિકા સ્થિત રાધા પરશુરામન, ઉદ્યોગપતિ શ્રી કે. વી. બાલા, ભાજપના તામિલનાડુના વરિષ્ઠ મોવડી શ્રી રામલિંગમને યાદ કરી તેઓના પ્રદાનને બિરદાવેલ. સંપ્રદાયના સંત અને ખાસ કરીને ભગવદ ગીતાના ક્ષેત્રમાં ખૂબ જ ઊંડું સંશોધન કરનાર શ્રી ભાનુ પ્રકાશદાસજીએ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી સૌરાષ્ટ્રવાસી સમુદાયની ઓળખ કાયમ રાખવા માટે પોતાના સંતાનોને સંસ્કળતિ પ્રેરક સંવર્ધિત કરવા પર ભાર મૂકયો હતો. આ પ્રસંગે તામિલનાડુના માઈનોરીટી અને બેકવર્ડ કોમ્યુનિટી મિનિસ્ટર શ્રી શાહજહાં દ્વારા સૌરાષ્ટ્રવાસીઓ જે રીતે તામિલનાડુમાં એકરૂપ થઈ અને સ્થાનિક તામિલ પ્રજા સાથે હળી મળી ગયેલ છે, અને સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં પ્રદાન કરી ગયેલ છે તેને વિશ્વની એક અજાયબ ઘટના ગણાવી હતી. રાજકોટના પ્રથમ મહિલા મેયર અને એઆઇડબલ્યુસીના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ શ્રીમતી ભાવના જોશીપુરાએ સૌરાષ્ટ્રવાસી સમુદાયની મહિલાઓ પાસે પડેલી જન્મજાત પરંપરાગત કલા અને કચ્છ તેમજ અન્ય સ્થાનો પર મહિલાઓ પાસે પડેલી સિદ્ધહસ્ત કલાકારીગીરીના સમન્વયની હિમાયત કરી હતી. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ શ્રી દિનેશ, સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જગન્નાથ, ટ્રસ્ટી શ્રી વી.જી.આર., ધનલક્ષ્મી એન્જિનિયરિંગ કોલેજ સંકુલના શ્રી વી.પી. રામમૂર્તિ, ભજ્જી રાધાકળષ્ણન, શ્રી કુમારેશ, ઇરોડના શ્રી વેંકટ રામન, આરકિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દિલ્હી ખાતે કાર્યરત વરિષ્ઠ અધિકારી શ્રી અમરનાથ રામકળષ્ણ, મદ્રાસ હાઈકોર્ટેના શ્રી ગોપીનાથ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ. નવનિયુક્ત અધ્યક્ષ શ્રી સુરેન્દ્રનને શ્રી પુરુષોત્તમ રૂપાલાએ ભારતીય સંસ્કળતિના પ્રતિક સ્વરૂપ સેંગોલની અર્પણ વિધિ કરી હતી

(2:51 PM IST)










