તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
સનાતન એ ક્ષણિક નથી પરંતુ પારંપરિક છે : પૂ. અપૂર્વમુનિસ્વામી
‘સત્ય સનાતન દેશ હૈ મેરા' માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્દભવ્યો રાષ્ટ્રભાવના અને સંસ્કારનો મહાસાગર સનાતન એ કોઇ ટ્રેડ નથી સનાતન ટ્રેડીશન છે, સનાતન કોઇ પંથ નથી પણ સનાતન તો માનવતાની સંહિતા છે

રાજકોટ : રેસકોર્સ મેદાનમાં યોજાઈ રહેલો ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ' એક એવી આધ્યાત્મિક અને રાષ્ટ્રજાગળતિની ક્રાંતિ બની ગયો છે, જે દરેક હૃદયને સ્પર્શી જાય અને જીવનમાં પરિવર્તન લાવવાની પ્રેરણા આપે. ચોથા દિવસે ‘સત્ય સનાતન દેશ હૈ મેરા' વિષયક કાર્યક્રમમાં હજારો લોકોની ઉપસ્થિતિએ એ સાબિત કર્યું કે આજનો માનવ હજુપણ સંસ્કાર, સંસ્કળતિ અને રાષ્ટ્રપ્રેમ માટે તરસી રહ્યો છે.
પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ જણાવ્યું કે સનાતન કોઈ પંથ કે પરંપરા પૂરતું સીમિત નથી. પરંતુ એ માનવજાત માટેનું શાશ્વત જીવનદર્શન છે - એક એવું તત્વ, જેને સમય પણ બદલી શકતો નથી. તેમની વાણીમાં માત્ર શબ્દો નહોતા, પરંતુ એક એવી શક્તિ હતી જે મનને ઝંઝોડે અને આત્માને જાગળત કરે. સ્વામીએ પોતાના વક્તવ્યમાં ખૂબ જ અસરકારક રીતે સમજાવ્યું કે સનાતન કોઈ સંપ્રદાય કે પંથ નથી, પરંતુ એ સમગ્ર માનવજાત માટેનું શાશ્વત જીવનશાષા છે. ‘‘સમય પણ જેને બદલી પણ ન શકે એનું નામ સનાતન'' - આ વિચાર માત્ર વાકય નથી, પરંતુ જીવન જીવવાનો માર્ગ છે. સનાતન એ માત્ર પૂજા કે પરંપરા નથી, પરંતુ એ જીવનની દરેક પ્રણાલી, દરેક સંસ્કાર અને દરેક વિચારમાં રહેલું વિજ્ઞાન છે.
તેમણે ભારતના ગૌરવશાળી ઈતિહાસને યાદ અપાવતા કહ્યું કે આ ધરતી માત્ર એક દેશ નથી, પરંતુ ઋષિઓની તપોભૂમિ છે. અહીંથી જ વિશ્વને ઋગ્વેદ જેવા પ્રાચીન ગ્રંથો, સંસ્કળત જેવી દેવભાષા, યોગ, આયુર્વેદ અને જ્ઞાનની અનંત પરંપરા પ્રાપ્ત થઈ છે. નાલંદા અને તક્ષશિલા જેવી વિદ્યાપીઠો માત્ર શિક્ષણ કેન્દ્ર નહોતા, પરંતુ સમગ્ર વિશ્વ માટે પ્રેરણાનું પ્રતિક હતા. સ્વામીએ ભારપૂર્વક જણાવ્યું કે ‘‘જે લોકો શાષાથી બંધાયેલા છે, તેમને શષાથી કયારેય જીતવામાં આવી શકતા નથી.'' આ વાકયએ સમગ્ર સભામાં એક અદભૂત આત્મવિશ્વાસ અને ગૌરવની લાગણી પ્રગટાવી. મંદિરો અને શાષાોની મહત્તા સમજાવતા તેમણે કહ્યું કે મંદિરો માત્ર પથ્થરની ઇમારતો નથી, પરંતુ એ આપણા સંસ્કળતિના જીવંત રક્ષક છે. જો મંદિરો અને શાષાો ન હોત, તો આપણો ધર્મ અને સંસ્કળતિ કયારની વિસરાઈ ગઈ હોત. કાર્યક્રમ દરમિયાન યુવાવળંદ દ્વારા રજૂ કરાયેલ દેશભક્તિપૂર્ણ નળત્ય અને સંગીતે સમગ્ર મેદાનમાં નવી ઉર્જા ભરી દીધી. ‘‘એ મેરે વતન કે લોકો'' જેવી પંક્તિઓએ શહીદોના બલિદાનની યાદ અપાવી અને અનેક લોકોની આંખોમાં આંસુઓ આવી ગયા.
કાર્યક્રમનું વિશેષ આકર્ષણ એ સમયાંતરે દેશભક્તિના ભજનોની રમઝટ સંગીતવળંદ દ્વારા કરવામાં આવી જેને ઉપસ્થિતોએ દિલથી વધાવી ખૂબ સરાહના કરી. તેમજ સ્વામીજીએ પોતાની કથામાં સનાતન ભારતની અદ્વિતીય અભિવ્યક્તિ પ્રકટ કરી જેમાં શૂન્યની શોધ, દેવભાષા સંસ્કળત, વિશ્વનો જૂનામાં જૂનો ગ્રંથ એટલે ઋગ્વેદ, પતંજલિના યોગ સૂત્રો, પ્રકળતિમાં ઈશ્વરને જોવાની ભાવના, આયુર્વેદની ભેટ, ભૂગોળ ખગોળનું જ્ઞાન, નાલંદા, તક્ષશિલા જેવી વિદ્યાપીઠો વગેરેથી સમગ્ર મેદાનમાં ગર્વની ગુંજન થઈ ગયું અને ગુજરાતી ભાષાની અસ્મિતા ભુલતા ગુજરાતીઓને માર્ગદશિત કર્યા. વિશેષતઃ તેમણે મૂર્તિપૂજાનું માહાત્મ્ય, નમસ્તે કરવું, તિલક ચાંદલો કરવો, અને શિખા સહિત બધી વસ્તુમાં વિજ્ઞાન છે તે જાણવું એ હિન્દુ ધર્મ છે.
સ્વામીએ યુવાશક્તિને ખાસ સંદેશ આપ્યો કે આધુનિકતા સ્વીકારવી એ સમયની જરૂર છે, પરંતુ પોતાની સંસ્કળતિ અને ચારિત્ર્યને કયારેય ભૂલવું નહીં. ફેશન બદલાય, ટેકનોલોજી બદલાય, પરંતુ સનાતન મૂલ્યો કયારેય બદલાતા નથી. તેમણે વ્યસનમુક્ત જીવન જીવવા, ગૌસેવા તરફ આગળ વધવા અને સમાજ માટે જીવવાની પ્રેરણા આપી. ‘‘સમાજ માટે ઘસાઓ'' આ એક વાકયએ દરેકના મનમાં સેવા અને સમર્પણની ભાવના જગાવી.
કાર્યક્રમના અંતે સ્વામીએ સૌને આવનારા વિશેષ વિષય ‘‘પરમાત્મા છે તો પ્રશ્નો કેમ?'' માટે સહપરિવાર ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું અને જીવનમાં આધ્યાત્મિકતા સાથે વ્યવહારિકતા લાવવાની પ્રેરણા આપી. માનવ ઉત્કર્ષ મહોત્સવ' માત્ર એક પ્રસંગ ન રહેતા સમાજમાં નૈતિકતા અને સંસ્કાર જાગળત કરતું પ્રેરણાત્મક મંચ બની રહ્યું છે
(3:10 PM IST)










