<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

સંસ્‍કાર સિંચનનો એક યુગ પૂરો થયો : મધુબેન શુક્‍લને શ્રદ્ધાંજલી અર્પતા રામભાઈ મોકરીયા

પૂર્વ સાંસદ ચીમનભાઈ શુક્‍લના ધર્મપત્‍નીના નિધનથી ભાજપે માતૃતુલ્‍ય વડીલ ગુમાવ્‍યા; ‘રાષ્‍ટ્રહિતને સર્વોપરી રાખનાર આદર્શ દંપતી' હતા

રાજકોટ તા.૨: રાષ્‍ટ્રીય વિચારધારાને સમર્પિત અને મક્કમ મનોબળ ધરાવતા મધુબેન ચીમનભાઈ શુક્‍લના દુઃખદ અવસાનથી રાજકીય ક્ષેત્રે શોકની લાગણી ફેલાઈ છે. રાજ્‍યસભા સાંસદ  રામભાઈ મોકરીયાએ મધુબેન શુક્‍લને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શુક્‍લ કુટુંબને સાંત્‍વના પાઠવી છે.

મધુબેન શુક્‍લ જનસંઘના સમયના પાયાના પથ્‍થર, નિષ્ઠાવાન રાજનિતિજ્ઞ, આદર્શ સંગઠક અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સ્‍થાપક પૈકીના એક એવા રાજકોટના પૂર્વ ધારાસભ્‍ય તથા પૂર્વ સાંસદ સ્‍વ.  ચીમનભાઈ શુક્‍લના ધર્મપત્‍ની હતા.

           સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવ્‍યું હતું કે મધુબેનના નિધનથી વ્‍યથિત છું. સંસ્‍કાર સિંચનનો એક યુગ પૂરો થાય છે. ચીમનભાઈ અને મધુબેન જનસંઘના સંઘર્ષકાળમાં એક આદર્શ દંપતી તરીકે પાર્ટી માટે સમર્પિત રહ્યાં. જ્‍યારે રાજનીતિમાં સિદ્ધાંતો માટે કુરબાની આપવી પડતી ત્‍યારે શુક્‍લ પરિવારે ઘર-પરિવારની ચિંતા કર્યા વિના રાષ્‍ટ્રહિતને સર્વોપરી રાખ્‍યું.

રામભાઈ મોકરિયાએ વધુમાં કહ્યું કે બહેનનો મળદુ સ્‍વભાવ, કાર્યકર્તાઓ પ્રત્‍યેનું માતા સમાન વાત્‍સલ્‍ય અને સંસ્‍કારોનું સિંચન આપણે સૌ કયારેય ભૂલી શકીશું નહીં.

(3:41 PM IST)