<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

રાજકોટમાં મિશ્ર ઋતુના કારણે રોગચાળાએ માથું ઊંચક્યું: ડેન્ગ્યૂ, ટાઈફોઈડ અને શરદી-ઉધરસના કેસમાં વધારો

ગત સપ્તાહ દરમિયાન શહેરમાં ડેન્ગ્યૂના 5 કેસ નોંધાતા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સક્રિય: રોગચાળો વકરતા અત્યાર સુધીમાં 1009 ઘરોમાં ફોગિંગની કામગીરી

રાજકોટ શહેરમાં મિશ્ર ઋતુના કારણે રોગચાળાએ માથું ઊંચક્યું છે. બદલાતા હવામાન વચ્ચે ડેન્ગ્યૂ, ટાઈફોઈડ અને શરદી-ઉધરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ગત સપ્તાહ દરમિયાન શહેરમાં ડેન્ગ્યૂના 5 કેસ નોંધાતા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ સક્રિય થયું છે. ડેન્ગ્યૂના કેસને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રોગચાળો વકરતા અત્યાર સુધીમાં 1009 ઘરોમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સ્વચ્છતા જાળવવા, પાણીનો ભરાવો ન થવા દેવા અને બદલાતી ઋતુમાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે.

(6:17 PM IST)