<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

ભાદરમાં બે મહિના જ્‍યારે ન્‍યારી-૧માં ૬ દિવસ ચાલે તેટલા નવા નીર ઠાલવતા મેઘરાજા

આજી-૧માં પણ બે દિવસનું પાણી આવ્‍યું: સપાટી ૨૧.૧૦ ફુટે પહોંચી

 

રાજકોટ,તા.૨૫: છેલ્લા બે દિવસથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદને કારણે રાજકોટ શહેરની જળજરૂરિયાત પૂર્ણ કરતા મુખ્‍ય ત્રણ ડેમ સહિત તમામ પાંચેય જળાશયોમાં નવા નીરના શ્રીગણેશ થયા છે. આ મનમૂકીને વરસેલા વરસાદથી જળાશયોની સપાટીમાં વધારો થતાં રાજકોટવાસીઓ માટે પાણીનું સંકટ હળવું થવાની નવી આશાનો સંચાર થયો છે.

સૌરાષ્‍ટ્રના સૌથી મોટા એવા ભાદર ડેમમાં મેઘરાજાએ મહેર કરતા ૨૪ કલાક દરમિયાન ૪.૦૪ ફૂટ નવા પાણીની આવક થઈ છે. જેને પગલે ૩૪ ફૂટે ઓવરફ્‌લો થતા ભાદર ડેમની વર્તમાન સપાટી ૧૮.૧૦ ફૂટે પહોંચી છે. કરાર મુજબ રાજકોટ શહેર માટે ભાદર ડેમમાંથી દૈનિક ૪૦ એમએલડી પાણી ઉપાડવામાં આવે છે. વિતરણ વ્‍યવસ્‍થાના હિસાબે જોઈએ તો ભાદર ડેમમાં એક જ દિવસમાં રાજકોટને બે મહિના સુધી ચાલે તેટલો જળજથ્‍થો જમા થઈ ગયો છે.

આ ઉપરાંત, ન્‍યૂ રાજકોટની તરસ છિપાવતા ન્‍યારી-૧ ડેમમાં ૨૪ એમસીએફટી (૦.૧૬ ફૂટ) નવું પાણી આવતા તેની સપાટી ૧૫.૪૦ ફૂટે પહોંચી છે, જે રાજકોટને ૬ દિવસ સુર્ધીં પૂરું પડી રહેશે. શહેરની જીવાદોરી સમાન આજી-૧ ડેમમાં ૧૨ એમસીએફટી (૦.૪૩ ફૂટ) નવા નીર આવતા તેની સપાટી ૨૧.૧૦ ફૂટે પહોંચી છે, જે બે દિવસના વિતરણ માટે પૂરતું છે.

આ સાથે જ ન્‍યારી-૨ ડેમમાં ૧.૩૮ ફૂટ અને લાલપરી તળાવમાં ૦.૨૬ ફૂટ પાણીની આવક નોંધાઈ છે.(૨.૨૯)

મુખ્‍ય જળાશયોની સ્‍થિતિ એક નજરે

જળાશયનું         નવી આવક       વર્તમાન સપાટી                કેટલા સમય માટે

નામ      (ફુટ)     (ફુટ)                નવા નીર

ભાદર ડેમ         ૪.૦૪     ૧૮.૧૦  ૬૦ દિવસ (ર માસ)નું પાણી

ન્‍યારી-૧ ડેમ       ૦.૧૬     ૧પ.૪૦ ૬ દિવસનું પાણી

આજી-૧ ડેમ        ૦.૪૩     ર૧.૧૦  ર દિવસનું પાણી

ન્‍યારી-ર  ૧.૩૮     --        સપાટીમાં સુધારો

લાલપરી      ૦.ર૬  --      સપાટીમાં સુધારો

(3:06 PM IST)