<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

કટોકટી એ ભારતના લોકતંત્રના ઈતિહાસનો કાળો અધ્‍યાય : ઉદય કાનગડ

આજે ૨૫ જૂન : કટોકટી દિવસને ૫૧ વર્ષ પૂર્ણ... કટોકટીના દિવસોમાં નરેન્‍દ્રભાઈ મોદી સહિત સંઘના પ્રચારકોએ ઈન્‍દિરા ગાંધીની સરકારના અત્‍યાચારો વિરૂધ્‍ધ ઘણાં આંદોલનોમાં મહત્‍વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી ભારત જેવા લોકતાંત્રિક દેશમાં પણ જનતાએ ચૂંટેલી સરકારો નિરંકુશ થઈને બંધારણને બાજુ પર મૂકી દઈને નિર્ણયો લેવા માંડે ત્‍યારે દેશની કેવી અધોગતિ થાય એ સમગ્ર દેશે ૧૯૭૫ના કટોકટી કાળમાં નિહાળેલ

રાજકોટ : ધારાસભ્‍ય ઉદય કાનગડએ તા.૨૫ જૂન કટોકટી દિવસ અંતર્ગત કટોકટી કાળને યાદ કરતા જણાવેલ કે તા.૨૫ જૂન ૧૯૭૫ના રોજ કોંગ્રેસ ધ્‍વારા દેશભરમાં કટોકટી લાદી લોકશાહીના મુલ્‍યોને ખતમ કરવામાં આવ્‍યા. અખબારો પર સેન્‍સરશીપ લાદવામાં આવી અને દેશભરમાંથી અનેક કાર્યકર્તાઓને કટોકટી હેઠળ જેલમાં ધકેલવામાં આવ્‍યા હતા. આ કાળા-કલંકિત દિવસને આજે ૫૧ વર્ષ પૂર્ણ થયા છે. તા.૨૫ જૂન, ૧૯૭૫ એ ભારતીય લોકશાહીના ઈતિહાસમાં એક એવી તારીખ છે. જેને દેશના બંધારણીય મૂલ્‍યો, નાગરિક સ્‍વતંત્રતા અને લોકશાહી પર થયેલા સૌથી મોટા પ્રહારોમાંની એક તરીકે યાદ કરવામાં આવે છે.

કટોકટીના મૂળિયાં ૧૯૭૧ની લોકસભા ચૂંટણીમાં નંખાયા હતા, જયારે ઈન્‍દિરા ગાંધીએ રાયબરેલી બેઠક પર સંયુક્‍ત સમાજવાદી પાર્ટીના રાજનારાયણને એક લાખથી વધુ મતોથી પરાજીત કર્યા હતા, પરંતુ રાજનારાયણએ ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવીને અલ્‍હાબાદ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્‍યા હતા.૧૨ જૂન, ૧૯૭૫ના રોજ હાઈકોર્ટે ઈન્‍દિરાની ચૂંટણી રદ કરી હતી અને તેમના પર ૬ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકયો હતો. તેઓ ૨૩ જૂન,૧૯૭૫ના રોજ સુપ્રીમ કોર્ટ પહોંચ્‍યા હતા. સર્વોચ્‍ચ અદાલતે હાઈકોર્ટના નિર્ણય પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્‍યો નહોતો અને ઈન્‍દિરા ગાંધીને વડાપ્રધાન તરીકે રહેવાની છૂટ આપી હતી. આ પછી ઈન્‍દિરા ગાંધી ઘ્‍વારા ૨૫ જૂન, ૧૯૭૫ના રોજ દેશમાં ૨૧ મહિના માટે કટોકટી લાગુ કરવામાં આવી હતી. તત્‍કાલીન વડાપ્રધાન ઈન્‍દિરા ગાંધીના કહેવા પર રાષ્‍ટ્રપતિ ફખરુદીન અલી અહેમદે ઈમરજન્‍સી ઓર્ડર પર હસ્‍તાક્ષર કર્યા હતા, પછી ઈન્‍દિરા ગાંધીએ રેડિયોથી કટોકટીની જાહેરાત કરી હતી. તા.૨૫-જૂનનો દિવસ સ્‍વતંત્ર અને આધુનિક ભારતના ઈતિહાસમાં સૌથી કાળા અનેક કલંકિત દિવસ તરીકે નોંધાયો છે. આમ કટોકટીનું મુખ્‍ય કારણ સતાની ભૂખ હતી. દેશ માટે કોઈ બાહ્ય ખતરો કે કોઈ આંતરિક કટોકટી ન હતી, ખતરો ફકત તત્‍કાલીન પ્રધાનમંત્રીની ખુરશી માટે હતો. આ જ દિવસે લોકશાહીની હત્‍યા કરી દેવામાં આવી હતી. આ ઘટના ભારતીય રાજનીતિના ઈતિહાસના કાળા અઘ્‍યાય સમાન ગણાય છે.

 ૨૧ મહિના સુધી ચાલેલો આ સમયગાળો ભારતીય ઈતિહાસનો એક પડકારજનક અને વિવાદાસ્‍પદ અધ્‍યાય રહયો હતો, જેમાં નાગરિક સ્‍વતંત્રતાઓ છીનવી લેવામાં આવી હતી. પ્રેસ પર સેન્‍સરશિપ લાગુ કરવામાં આવી હતી અને હજારો રાજકીય વિરોધીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાને ૫૧ વર્ષ પૂર્ણ થયા છે ત્‍યારે દેશભરમાં લાગેલી કટોકટીકાળથી આજની પેઢીને અવગત કરતા ધારાસભ્‍ય ઉદય કાનગડએ જણાવેલ કે કટોકટી કાળમાં નાગરિકોના મૌલિક અધિકારો છીનવાઈ ગયા તો બીજી તરફ રાત્રેથી જ વિપક્ષી નેતાઓની ધરપકડ શરૂ થઈ. જય-કાશ નારાયણ, અટલબિહારી બાજપાઈ, લાલકળષ્‍ણ અડવાણી, જયોર્જ ફર્નાન્‍ડિઝ સહિતના અનેક નેતાઓને જેલમાં નાંખી દેવામાં આવ્‍યા. શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓને પણ છોડવામાં આવ્‍યા ન હતા. સ્‍વતંત્ર ભારતના વિવાદાસ્‍પદ કાયદા પૈકીના એક મીસા કાયદાનો આ દરમિયાન ઘણો દુરપયોગ કરવામાં આવ્‍યો. કોંગ્રેસવિરોધીઓ, પત્રકારો અને સામાજિક કાર્યકર્તાઓને જેલમાં નાંખી દેવામાં આવતા અને દિવસો સુધી એફ.આઈ.આર. કે કાયદાકીય કાર્યવાહી કર્યા વગર બેસાડી રાખવામાં આવતા. દેશના જેટલા મોટા વિપક્ષી નેતાઓ હતા એ તમામ જેલમાં હતા. કેદીઓ પર અમાનુષી, બર્બરતાપૂર્ણ, અમાનવીય અત્‍યાચાર કરવામાં આવ્‍યા.

કટોકટી દરમિયાન જ પ્રેસ સેન્‍સરશિપ લાગુ કરવામાં આવી. તે રાત્રે જ ઘણાંખરાં અખબારો ઓફિસની વીજળી કાપી દેવામાં આવી હતી. જેના કારણે છાપાં છપાયા જ ન હતાં. ત્‍યારબાદ તેઓ સરકાર વિરૂધ્‍ધ કશું લખી શકતા નહી અને દરેક અખબારની ઓફિસમાં સરકારના અધિકારીઓ મૂકવામાં આવતા, જેઓ મંજૂરી આપે ત્‍યારબાદ જ સમાચાર પ્રકાશિત થઈ શકતા. જો કોઈ સરકાર વિરુધ્‍ધ લખવાની ગુસ્‍તાખી કરે તો તેણે કાર્યવાહીનો સામનો કરવો પડતો હતો. કોઈપણ માધ્‍યમથી સરકાર પર કટાક્ષ થઈ શકતો નહી, ત્‍યારે આ જ સમય દરમિયાન બંધારણમાં પ્રાપ્ત કટોકટીની શક્‍તિઓનો છડેચોક દુરૂપયોગ કરવામાં આવ્‍યો.

કટોકટી લાગુ કર્યા પછી કોંગ્રેસને અહેસાસ થયો હતો કે સંઘમાં કોંગ્રેસના અન્‍યાય સામે આંગળી ઉઠાવવાનું બળ અને ક્ષમતા છે એટલે કોંગ્રેસ સરકારે કાયરતાપૂર્ણ પગલું ભરીને સંઘ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. આ તમામ પ્રવળતિઓ ચાલી રહી હતી ત્‍યારે સંઘના એક પ્રચારકે દેશમાં લોકશાહી વ્‍યવસ્‍થા સ્‍થાપિત કરવા માટે રાતદિવસ એક કરવાનો નિર્ણય લીધો હતો અને આ માટે પોતાના જીવને જોખમમાં મૂકવાની પણ તૈયારી દાખવી હતી. તે કોઈ બીજા નહી પણ દેશના યશસ્‍વી પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી હતા. સંઘના અન્‍ય પ્રચારકોની જેમ નરેન્‍દ્રભાઈને પણ આંદોલનો, સંમેલનો, બેઠકો, સાહિત્‍યનું વિતરણ વગેરે વ્‍યવસ્‍થા માટે જવાબદારી સુપરત કરવામાં આવી હતી. જયારે પોલીસને સંઘની પ્રવળતિઓ વિરૂધ્‍ધ કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી ત્‍યારે નરેન્‍દ્રભાઈએ ભૂગર્ભ પ્રવળતિઓનું આયોજન કર્યું હતું. આ સમયે ગુપ્ત બેઠકો મણિનગરમાં યોજવામાં આવી હતી અને નરેન્‍દ્રભાઈએ આ કામને બહુ સરસ રીતે પાર પાડયું હતું. નરેન્‍દ્રભાઈ મોદીએ પ્રચારકો માટે નાણાકીય સહાયની વ્‍યવસ્‍થા કરવાની સાથે અન્‍ય દેશોમાં રહેતા ભારતીયો સુધી કટોકટીના અત્‍યાચારોની સાચી અને ખરી માહિતી પહોંચે તેવી સુનિヘતિતા પણ કરી હતી. આમ કટોકટીના દિવસોમાં નરેન્‍દ્રભાઈ સહિત સંઘના પ્રચારકોએ ઈન્‍દિરા ગાંધીની સરકારના અત્‍યાચારો વિરૂધ્‍ધ ઘણાં આંદોલનોમાં મહત્‍વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી.

(3:50 PM IST)