<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

ચૂંટણીઓ પૂર્ણ થતા હવે વીજતંત્ર સ્‍માર્ટ મીટર લગાડવામાં જેટ ગતિ પકડશેઃ રોજના ૧૦ હજાર મીટરો લગાડાશે

કુલ ૫૭ લાખ ગ્રાહકોઃ ૪૬ લાખમાં મીટર બાકીઃ માત્ર ૧૦ થી ૧૨ ટકા કામગીરી

રાજકોટ તા.૧૫: સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીઓને કારણે સ્‍માર્ટ મીટર લગાવવાની કામગીરી જે અટકી ગઇ હતી. તે હવે ફરી શરૂ કરાઇ છે. છેલ્લા રિપોર્ટ મુજબ દરરોજ અંદાજે ૩,૦૦૦ મીટર લગાવાતા હતા તણે હવે વધારીને દૈનિક ૧૦,૦૦૦ કરવામાં આવ્‍યા છે. ૨૦૨૪માં શરૂ થયેલી આ કામગીરી દોઢ વર્ષમાં માંડ ૧૦% જ પૂર્ણ થઇ શકી છે.

સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં ૫૭ લાખ રેસીડન્‍સ ગ્રાહકો છે. જેમાંથી અત્‍યાર સુધીમાં માત્ર ૬ લાખ ગ્રાહકોને ત્‍યાં જ સ્‍માર્ટ મીટર ઇન્‍સ્‍ટોલ થયા છે. શરૂઆતમાં મીટર ફાસ્‍ટ ચાલતા હોવાની અને બિલ વધુ આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી. આ ઉપરાંત, વીજ કર્મચારીઓ દ્વારા બળજબરી કરાતી હોવાના આક્ષેપો વચ્‍ચે ચૂંટણીમાં કોઈ વિવાદ ન સર્જાય તે હેતુથી કામગીરી અટકાવી દેવાઈ હતી. જોકે, ચાલુ માસથી ફરી આ પ્રક્રિયા ઝડપી બનાવાશે તેવુ ભ્‍ઞ્‍સ્‍ઘ્‍ન્‍ના મેનેજિંગ ડિરેક્‍ટર દ્વારા જાહેર કરાયું છે.

દરમ્‍યાન વીજ અધિકારીઓના ઉમેર્યા પ્રમાણે સ્‍માર્ટ મીટર નાખવાનો પ્રોજેકટ કેન્‍દ્ર સરકારનો છે અને રાજય સરકાર દ્વારા મોનિટરિંગ કરે છે. હાલ અપર્વા અને ભારત ગ્રીન દ્વારા સ્‍માર્ટ મીટર લગાવવાની કામગીરી કરવામાં આવે છે. સ્‍માર્ટ મીટર લગાવવા બાબતે ગ્રાહકોમાં એક ગેરસમજ છે કે સ્‍માર્ટ મીટર ફાસ્‍ટ ચાલે છે અને તેનાથી કંપનીનો ફાયદો છે, પરંતુ સ્‍માર્ટ મીટરથી માત્રને માત્ર ગ્રાહકને ફાયદો છે. સ્‍માર્ટ મીટર લગાવવાથી વોલ્‍ટેજમાં ફ્‌લકચુએશન, લોડ બેલેન્‍સિંગ અને ફોલ્‍ટ સર્જાય ત્‍યારે ગ્રાહકોને ફરિયાદ કરવાની જરૂર રહેતી નથી, પરંતુ તેને બદલે અહીંના સ્‍કાડા સેન્‍ટર ઉપર નોંધ લેવાઈ જાય છે.

જે લોકો સ્‍માર્ટ મીટર લગાવે છે તેઓને સવારે ૧૧થી સાંજે ૫ વાગ્‍યાના પિક અવર્સમાં યુનિટ દીઠ ૬૦ પૈસા રિબેટ આપવામાં આવે છે. એટલે કે બિલમાં ૩૩% જેટલો ફાયદો થાય છે.

હજુ સૌરાષ્‍ટ્ર અને કચ્‍છમાં ૪૫ લાખ જેટલા સ્‍માર્ટ મીટર લગાવવાના બાકી છે. સ્‍માર્ટ મીટર લગાવ્‍યા બાદ મોબાઇલ એપ્‍લિકેશનથી તેનું જોડાણ સ્‍કાડા સાથે થાય છે. અત્‍યાર સુધીમાં છ લાખ સ્‍માર્ટ મીટર લગાવવામાં આવ્‍યા ત્‍યારે તેની ઓનલાઈન સિસ્‍ટમ દ્વારા તેનું કનેક્‍શન થતું ન હતું, જેને કારણે ગ્રાહકોને સમયસર વીજ બિલ મળતું ન હતું. આ દરમિયાન ચેક સ્‍માર્ટ મીટર કોમ્‍યુનિકેટ ન હતા.

(4:29 PM IST)