તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવનમાં વ્યવસ્થાપક કમિટીની વરણી

રાજકોટઃ શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ સંચાલિત સંજયભાઇ લક્ષ્મણભાઇ રાજગુરૂ રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન-રાજકોટમાં નવ નિયુકત વ્યવસ્થાપક કમિટીમાં હોદેદારોની વરણી કરવામાંઆવી છે. આ નવી ટીમે ‘અકિલા' કાર્યાલય ખાતે ‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
સંજયભાઇ લક્ષ્મણભાઇ રાજગુરૂ રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભૂવન રાજકોટ ર૦ર૬/ર૦ર૭ વર્ષ માટે નવ નિયુકત વ્યવસ્થાપક કમિટીના તમામ હોદેદારોમાં પ્રમુખ હસમુખભાઇ કે. જોષી, ઉપપ્રમુખ ચિરાગભાઇ એસ. બોરીસાગર, ઉપપ્રમુખ નિલેશભાઇ જે. મહેતા, ઉપપ્રમુખ કલ્પેશભાઇ જી. બામટા, મહામંત્રી અનિલભાઇ એ. જોષી, સહમંત્રી વિમલભાઇ બી. શીલુ, સહમંત્રી રમેશભાઇ એન. શીલુ, ખજાનચી જતીનભાઇ કે. મહેતા, સહખજાનચી બાલકુષ્ણભાઇ જી. જોષી, સભ્ય દિપકભાઇ પી. શુલુ, સભ્ય ગૌરીશંકરભાઇ પી. તેરૈયા, સભ્ય પ્રિતેશભાઇ કે. શીલુ, સભ્ય પ્રકાશભાઇ આર. જોષી, સલાહકાર અલ્પેશભાઇ જે. રવિયાને બંકિમભાઇ કે. મહેતા, પ્રમુખ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ સહિતનાએ શુભેચ્છા પાઠવી છે.(
(3:22 PM IST)










