News of Monday, 6th July 2026
કાના ભાઇના મફતીયાપરામાં આઠ વર્ષના દેવાંશનું તાવ ચડયા બાદ મોત
મુળ એમપીના પરિવારે એકનો એક દિકરો ગુમાવતાં ગમગીની

રાજકોટ તા. ૬: શહેરના ૮૦ ફુટ રોડ પર કાનાભાઇના મફતીયાપરામાં રહેતો દેવાંશ જગદીશભાઇ અહીરવાર (ઉ.વ.૮) નામનો બાળક ઘરે બેભાન થઇજતાં સારવાર માટે ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેનું મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
બનાવની જાણ હોસ્પિટલ મારફત થતાં થોરાળા પોલીસે કાર્યવાહી કરી બાળકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. મૃત્યુ પામનાર દેવાંશ એક બહેનથી મોટો હતો અને તે દિવ્યાંગ હતો.
સગાના કહેવા મુજબ પંદરેક દિવસથે દેવાંશને તાવ આવતો હોઇ દવા લીધી હતી. પણ તબિયત વધુ બગડતાં સારવાર માટે દાખલ કરાયો હતો. સારવાર કારગત ન નિવડતાં મૃત્યુ થયું હતું. આ બનાવથી મુળ મધ્યપ્રદેશના પરિવારમાં શોક છવાઇ ગયો છે. મૃતકના પિતા જગદીશભાઇ કારખાનામાં મજૂરી કરી ગુજરાન ચલાવે છે.
(2:04 PM IST)










