<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

સર્વત્ર ઇદુલ અદહાની ઉજવણીઃ કાલે શુક્રવારના લીધે બેવડો ઉત્‍સાહ

આજે અને આવતીકાલે વિશેષ નમાઝમાં થતા અરેબિક પઠન ‘ખુત્‍બા'નો બેવાર લાભ મળતા ભારે ધમધમાટઃ કાલે પણ ‘ઇદ' જેવો માહોલ રહેશે

ઇદ મુબારક : સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મુસ્‍લિમ સમાજ દ્વારા આજે ઇદુલ અઝહાની ઉજવણી પ્રસંગે સર્વત્ર નમાઝ પઢવામાં આવી હતી. આ પૈકી  ઇદગાહ ખાતે હજારો મુસ્‍લિમ બિરાદારોએ ઉમટી પડી ઇદની વિશેષ નમાજ પઢી હતી. ઇદગાહ ઉપર નમાઝ પઢવાનું વિશેષ મહત્‍વ રહેલું હોય શહેરના દૂર દૂરના ત્‍થા આસપાસના ગ્રામ્‍યજનો પણ આવી પહોંચેલા જેથી ઇદગાહ ચારે તરફથી નમાઝી લોકોથી ઘેરાઇ ગઇ હતી. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ ફાઇખ, તસ્‍વીર : સંદિપ બગથરીયા )

રાજકોટ તા. ર૮ :  રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે ઇદુલ-અદહાનો તહેવાર પરંપરાગત રીતે ઉજવવામાં આવ્‍યો હતો.

બીજી તરફ ધર્મનિતિ અનુસાર આ ઉજવણી ત્રણ દિ' ની હોઇ શનિવાર  સાંજ સુધી આ ઇદની ઉજવણીનો ધમધમાટ રહેશે.

મુસ્‍લિમ સમાજ દ્વારા ‘ઇદુલ અદહા' દર વર્ષે ઇસ્‍લામી પંચાગના ૧ર માં મહિના જીલ હજજ માસની ૧૦ મી તારીખે   ઉજવવામાં  આવે છે.

જો કે, આજે ગુરૂવારે ઇદ ઉજવાયા બાદ આવતીકાલ મુસ્‍લિમ સમાજમાં સપ્તાહિક ઇદ તરીકે ઉજવાતો દિવસ શુક્રવાર પણ આવતીકાલે હોઇ આ વખતે ઇદુલ અદહાનો ઉત્‍સાહ બેવડાઇ જવા પામ્‍યો છે અને બે દિ' ઇદનો માહોલ જળવાઇ  રહેશે. આમ છતાં પછી શનિવાર/ રવિ હોઇ કર્મચારી વર્ગમાં રજાઓના લીધે આનંદ છવાઇ ગયો છે.

જયારે ગત વર્ષે શનિવારે ઇદુલ અદહા થયેલ હોઇ આગલા દિ'એ શુક્રવાર હોઇ બેખુત્‍બાનો લાભ મળેલ અને બીજા દિ' એ રવિવાર હતો જેથી ત્રણ દિ' ધમધમાટ રહેલ ત્‍યારે આ વખતે પણ ગુરૂ અને શુક્રવારના લીધે બેખુત્‍બાનો મુસ્‍લિમોને લાભ મળી ગયો છે.

બીજી તરફ આ ઇસ્‍લામી માસ હજજનો મહીનો છે. જેમાં સાઉદી અરેબીયાના પવિત્ર સ્‍થળ મકકા શરીફ ખાતે ૯મી જીલ હજજનો દિવસ મંગળવારે ત્‍યાં હજજ યાત્રા સંપન્ન થઇ છે.

 આ મહિનામાં ધાર્મિક લોકો મકકા -મદીના ખાતે હજજ યાત્રાએ જાય છે અને આજ મહીનાની ૧૦ મી તારીખે મુસ્‍લિમ સમાજ ઇદુલ અદહા ઉજવે છે.

ઇસ્‍લામ ધર્મના મહાન અને અંતિમ પૈગમ્‍બર હઝરત મુહમ્‍મદ સાહેબના પૂર્વ જ અને ધર્મપિતા પૈગમ્‍બર હઝરત  ઇબ્રાહીમ અને તેઓના સુપુત્ર પૈગમ્‍બર હઝરત ઇસ્‍માઇલ સાહેબની સ્‍મૃતિમાં આ ઇદુલ અદહા ઉજવવામાં આવે છે.

આ તહેવારના દિવસે મુસ્‍લિમ બિરાદરો દ્વારા ઇદગાહો અને જુદી જુદી મસ્‍જિદોમાં ખાસ નમાજ અદા કરવામાં આવી હતી.

ત્‍યારબાદ એક-બીજાને ગળે લગાડી ઇદની મુબારક બાદી પાઠવવામાં આવી  ઇદ-ઉલ-અઝહાના તહેવાર નિમિતે પોતાના મરહુમ સ્‍વજનોની માટે દુઆ કરવા મુસ્‍લિમ બિરાદરો કબ્રસ્‍તાનમાં જઇ સ્‍વજનોની કબરને ફુલ ચડાવી ફાતીહા પઢયા હતાં. ઇદના પર્વે ગરીબ, અનાથ, વિધવાઓને રોકડ, અન્‍ય વસ્‍તુઓનું દાન તેમના ઇદીના હકદાર નાના બાળકોને ઇદીરૂપે રોકડ આપી પુણ્‍યનું ભાથુ બાંધ્‍યુ હતું.

મુસ્‍લિમ સમાજના પરિવારો શહેર-જિલ્લામાં આવેલા હરવા-ફરવાના સ્‍થળોએ ઉમટી પડી તહેવારની ઉજવણી કરી  છે.

ઝીલહજજ માસના પહેલા ચાંદથી નવ ચાંદ સુધીમાં ઘણાં મુસ્‍લિમ બિરાદરોએ રોઝા પણ રાખ્‍યા હતાં.

આજે સવારે શહેર ઇદગાહ (ઢેબર રોડ) ઉપર મૌલાના પીરબખ્‍શ સિદ્દીકી નકશબંદી ત્‍થા સદર ઇદગાહે હાફિઝ હાજી અકરમખાં પઠાણ, બાદલ શાહપીર દરગાહની ઇદગાહે મૌલાના અનવરમીંયા અશરફી ત્‍થા રૈયા ઇદગાહે નાગાણી મસ્‍જીદના મૌલાના અ.રશીદનૂરી એ ઇદની વિશેષ નમાઝ પઢાવી હતી. જયાં અનેક મુસ્‍લિમ બિરાદરો ઉમટી પડયા હતાં.

રાજકોટની વિવિધ મસ્‍જીદોમાં (૧) ઘાંચી મસ્‍જીદ (સોનીબજાર) મૌલાના કારી તસ્‍લીમુદ્દીન અઝહરી (ર) સદર જામ્‍એ મસ્‍જીદમાં અઝહરૂદીન મીંયાબાપુ  (૩) ગૈબનશાહ દરગાહમાં   મૌલાના અબ્‍બાસઅલી   રઝવી   (૪) નવાબ મસ્‍જીદ (દાણાપીઠ)માં મૌલાના નાસિર હુસૈન હશમતી (પ) કરીમપુરા (હાથીખાના)માં મૌલાના  મુહમ્‍મદ રઝા (૬) ફારૂકી મસ્‍જીદ (દુધની ડેરી)માં મૌલાના મો. જફર અઝહરી (૭) મદીના મસ્‍જીદ (લક્ષ્મીનગર)માં કારી મુશ્‍તાક અશરફી (૮) મસ્‍જીદે ગૌષીયા (રઝાનગર)માં મૌલાના ઉસ્‍માનગની અઝહરી  (૯) માઉન્‍ટેડ મસ્‍જીદ (પોપટપરા)માં મૌલાના ફતીઉ રહેમાન (૧૦) નુરાની મસ્‍જીદ (રઝાનગર) માં મૌલાના હાજી સાબિર હુસૈન અઝહરી  (૧૧)  નગીના મસ્‍જીદ (દાણાપીઠ)માં મૌલાના  બિલાલ અહેમદએ ઇદની નમાઝ પઢાવી હતી.

જયારે (૧ર) ઝૂલેખાં નૂર મસ્‍જીદ (બાબરીયા કોલોની) હાફિઝ મો.હુસૈન મિસ્‍બાહી  (૧૩) ઉસ્‍માની મસ્‍જીદ (બજરંગવાડી) મૌલાના મો.જાબિર બરકાતી  (૧૪) મસ્‍જીદે રઝા (નહેરૂનગર) માં મૌલાના સૈયદ હાજી મહેબુબમીયા કાદરી (૧પ) હુસેની મસ્‍જીદ (ભગવતીપરા)માં મૌલાના મો. નૈયર મુતુર્ઝા નૂરી (૧૬) મતવા મસ્‍જીદ (સરધાર નાકા) માં મૌલાના અબ્‍બાસ અહેમદ નૂરી (૧૭) નૂરે મુહંમદી મસ્‍જીદ (ઘાંચીવાડ) માં મૌલાના ઝફીરૂદદીન રઝવીની નેતાગીરીમાં મુસ્‍લિમ ભાઇઓએ નમાઝ પઢી હતી.

આ ઉપરાંત (૧૮) અલ-કા'બા મસ્‍જીદ (હાથીખાના) માં મૌલાના મુખ્‍તાર અહેમદ રઝવી (૧૯) યતીમખાના (કરણપરા) માં મૌલાના ફુરકાન રઝા (ર૦) નૂરી મસ્‍જીદ (જામટાવર) માં મૌલાના  સદામહુસૈન (ર૧),  સિદીકી મસ્‍જીદમાં મૌલાના અલી અકબર અઝહરી (રર) ફાતેમા મસ્‍જીદ (ભગવતીપરા)માં મૌલાના  મો. યુસુફ રઝવી  (ર૩) મસ્‍જીદે આયેશા (હાઇવે) માં મૌલાના બશીર  નિઝામી (ર૪) શહેર જુમ્‍આ મસ્‍જીદમાં સૈયદ શાયાન મીંયા  (રપ) મસ્‍જીદે હવ્‍વા  (નહેરૂનગર) માં મૌલાના દિલ મુહંમદ (ર૬) મસ્‍જીદે ગુલઝારે મુસ્‍તુફા (ગંજીવાડ) માં મૌલાના સૈયદ હાજી મુહંમદમીયા મટારી (ર૭) હૈદરી મસ્‍જીદ (ખોડીયાર પરા) માં મૌલાના સૈયદ નઝીર મિંયા બુખારી (ર૮) સંજરી મસ્‍જીદ (પોલીસ હેડ કવાર્ટસ) માં મૌલાના બશીરૂદદીન (ર૯) ગુલઝારે મદીના મસ્‍જીદ (ભીસ્‍તીવાડ)માં મૌલાના મો. રફીક (૩૦) ફાતેમા મસ્‍જીદ (ગોપાલનગર) માં સૈયદ હાફિઝ મોહસીનમીંયા મટારી  (૩૧) મસ્‍જીદે નસીમ (અંકૂર સોસાયટી) માં મૌલાના સૈયદ વઝીરઅલીબાપુ (૩ર) મસ્‍જીદે મુસ્‍તુફા (રૂખડીયાપરા)માં હાફિઝ તાલિબહુસૈન કદીરી(૩૩) મસ્‍જીદે રહેમાન (મોચીનગર) માં સૈયદ ઇરફાન મીંયા (૩૪) મસ્‍જીદે તસ્‍લીમ (ઘંટેશ્વર) માં મૌલાના ઇલિયાસ (૩પ) મસ્‍જીદે હસનૈન (ચામડીયાપરા)માં મૌલાના બશીરૂલ હકક નઇમી (૩૬) મસ્‍જીદે શેરબાનું (હાઇવે) માં  મૌલાના અ. રઝઝાક રઝવી   (૩૭) મસ્‍જીદે મહેબુબ (પોપટપરા)માં સૈયદ હાજી સિકંદરબાપુ રઝવી (૩૮) અને રેલનગરની ફાતેમા મસ્‍જીદમાં હાફિઝ સજજાદ હુસૈન રઝવીએ ઇદની નમાઝ પઢાવી હતી.

 ગોંડલ હાઇવે ઉપર આવેલ કોઠારીયા  વિસ્‍તારમાં મસ્‍જીદે નૂરી (નૂરાનીપરા) માં મૌલાના  હાફિઝ ઉસ્‍માનખાન અને મસ્‍જીદે અહેમદ (રસૂલપરા)માં મૌલાના હાજી મો. દાનિશ આલમ તથા મોહંમદી બાગની મસ્‍જીદે મખ્‍દુમે અશરફમાં મૌલાના સૈયદ મો. અકીલમીંયા, મસ્‍જીદે માહિન (કોઠારીયા ગામ) માં મૌલાના સૈયદ અ. ગફફુરબાપુ મટારી અને વેરાવળ (શાપર) માં આવેલ મસ્‍જીદે ગૌષે આ'ઝમમાં મૌલાના  દ્વારા ઇદની નમાઝ પઢવામાં આવી હતી.

ઇદના પવિત્ર દિવસે (ગંજીવાડા) માં ફાતેહ સૌરાષ્‍ટ્ર હઝરત મૌલાના મુહમ્‍મદ ઇસ્‍હાક હશમતી અને ફખ્રે રાજકોટ હઝરત મૌલાના મો. નૈયર રઝા નૂરી (અલૈહીર્રહમા) માટે ઇસાલે, સવાબ કરી તેઓની જરૂરીયાત મહેસુસ કરતા તે બન્‍નેને અંજલી અર્પીત  કરાઇ હતી. જયારે કુતુબેશહર સૈયદીના સરકાર ગેબનશાહ પીર અને મખ્‍દુમે સૌરાષ્‍ટ્ર હઝરત તુર્કીબાવા (અલેહીર્રહમા) ની દરગાહ તથા કબ્રસ્‍તાનોમાં શ્રાધ્‍ધતર્પણ માટે લોકો મોટી સંખ્‍યામાં ઉમટી પડયા હતાં.

આ ઉપરાંત રાજકોટ જીલ્લા જેલમાં મૌલાના સાહેબએ કેદી ભાઇઓને ઇદની નમાઝ પઢાવી હતી.

રાજકોટ શહેરમાં સવારે ૬.૩૦ થી ૯ વાગ્‍યા સુધીમાં તમામ સ્‍થળએ ઇદની નમાઝ સંપન્‍ન થઇ હતી .

(12:09 PM IST)