તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
ગુરૂવારે ઇદઃ શહેર ઇદગાહે સવારે ૭.૪પ વાગ્યે નમાઝ

રાજકોટ તા. રપ :.. આગામી ગુરૂવારે ઇદુલ અદહાની ઉજવણી કરવામાં આવનાર છે. આ પ્રસંગે ઢેબર રોડ ઉપર આવેલ શહેર ઇદગાહે ઇદની નમાઝ સવારે ૭.૪પ વાગ્યે રાખવામાં આવેલ છે.
આ ઉપરાંત શહેર જુમ્આ મસ્જીદ (રામનાથપરા)માં ૬.૩૦, મસ્જીદે રઝા (નહેરૂનગર)માં ૬.૩૦, ગેબનશાહ પીર દરગાહની મસ્જીદમાં ૭.૩૦ કરીમપુરા મસ્જીદ (હાથીખાના)માં ૬.૪પ અને નૂરાની મસ્જીદ (ગોકુલનગર) માં ઇદેની નમાઝની પહેલી જમાઅત ૬.૩પ ત્થા બીજી જમાઅત સવારે ૭.૪પ વાગ્યે થશે.
(11:48 AM IST)










