<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

આવતીકાલે શુક્રવારે રાજકોટ ‘‘રફી''મય બનશે

૪૦ કલાકારોનાં કાફલા સાથે પહેલી વખત યોજાશે અવિ સ્‍મરણીય આર.ડી.ઇવેન્‍ટ્‍સ દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે ન ભૂતો ન ભવિષ્‍યતિ આયોજન

રાજકોટઃ અહિંના  હેમુ ગઢવી હોલ ખાતે  આર.ડી.ઇવેન્‍ટ્‍સના  શ્રી પરેશ પોપટ દ્વારા  આવતીકાલે ૩૧‘જુલાઈ શુક્રવારે રાત્રે ૮.૪૫ કલાકે મહાન ગાયક મોહમ્‍મદ રફી સાહેબની ૪૬'મી પુણ્‍યતિથિએ ‘‘ફિર રફી'' શીર્ષકથી એક વિશેષ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જે કાર્યક્રમ એક કદી વિસરી નહિ શકાય એવો બની રહેશે. તેમ શ્રી પરેશ પોપટે જણાવ્‍યું છે.  તેઓ કહે છે  આ કાર્યક્રમમાં રાજકોટનાં ઇતિહાસમાં પ્રથમ વખત ૪૦ જેટલાં કલાકારો એક સાથે સ્‍ટેજ ઉપર રજુ થઈ રહ્યા છે જે શહેર માટે એક અનેરૂ આકર્ષણ  બની રહેશે.મોહમ્‍મદ રફી સાહેબનાં યાદગાર કર્ણપ્રિય ગીતો રજૂ કરવા  માટે એક સાથે ૩ ખ્‍યાતનામ  વોઇસ ઓફ રફી ગાયકોને  આમંત્રિત કરવામાં આવ્‍યા છે. જેમાં જુગલ કિશોર (દિલ્‍હી),મીરન રોય (મુંબઈ) અને શોએબ અહેમદ (મુંબઈ) નો સમાવેશ થાય છે   એમની સાથ સુપ્રસિદ્ધ ગાયિકા શિફા અન્‍સારી (મુંબઇ)પણ પોતાની ગાયિકી પ્રસ્‍તુત કરશે.

કાર્યક્રમની અન્‍ય વિશેષતાઓમા વાદ્યવૃંદમાં ૮ વાયોલીન, ર-કીબોર્ડ,ર-ગિટાર, ઉપરાંત સેકસોફોન ડ્રમ સેટ, ઓકટોપેડ, તુંબા, તબલાં, ઢોલક અને  સાઇડ રિધમને એક સાથે પરફોર્મ કરતાં નિહાળવાનોલ્‍હાવો મળશે.

આ કાર્યક્રમમાં રફી સાહેબનાં એવાં ગીતોની પસંદગી કરવામાં આવી છે કે પ્રત્‍યેક પ્રસ્‍તુતિ  સાથે પ્રેક્ષકો ડોલી ઉઠશે તેમ આયોજકો જણાવે છે.

અન્‍ય વિશિષ્ટતા માં અદ્યતન ડીજીટલ જંબો સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સ સાથે આવતી કાલની ૩૧ જુલાઇની  રાત્રી શહેર માટે યાદગાર બની જશે.

આર.ડી. ઇવેન્‍ટ્‍સનાં પરેશ પોપટનો સાંસ્‍કળતિક કાર્યક્રમો રજુ કરવાના વર્ષોનાં અનુભવનો નિચોડ આ કાર્યક્રમમાં ચોક્કસ ઉડીને આંખે વળગશે તેમ આયોજકો જણાવે છે. 

પરેશ પોપટ દ્વારા આવો અવિસ્‍મરણીય કાર્યક્રમ શહેરની જનતા સમક્ષ મુકવાનો એમનો ઉત્‍સાહ જ કાર્યક્રમની અભૂતપૂર્વ સફળતાનો અંગૂલી નિર્દેશ કરી જાય છે  કાર્યક્રમની વધુ વિગતો મો.નં.૯૭૨૪૪ ૮૧૦૧૦ ઉપરથી મળી શકશે તેમ જણાવાયું છે.

(3:30 PM IST)