<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત વિધાનસભા-૬૯માં જુદાજુદા વોર્ડમાં ડો.દર્શિતાબેન શાહની ગ્રાન્‍ટમાંથી ડસ્‍ટબીન વિતરણ

રાજકોટઃ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના સ્‍વરછ ભારત અભિયાન અંતર્ગત શહેરીજનોમાં વધુ ને વધુ જાગળતા લાવવા સ્‍વરછતા અભિયાન અંતર્ગત ધારાસભ્‍ય ડો.દર્શિતાબેન શાહની ગ્રાંન્‍ટમાંથી વિધાનસભા-૬૯ માં આવતા જુદાજુદા વોર્ડમાં ૨૯૬ ડસ્‍ટબીનનું વિતરણ કરાયું. વિસ્‍તાર વાસીઓને વધુને વધુ સ્‍વરછતા અભિયાન માં જોડાય અને સહભાગી બને જે હેતુ થી જુદાજુદા વોર્ડમાં ડસ્‍ટબીન વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે, ધારાસભ્‍ય ડો.દર્શિતા શાહ, મહામંત્રી લલીતભાઈ વાડોલીયા, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, સેનીટેશનના ચેરમેન કીર્તીબા રાણા, વોર્ડના વોર્ડ પ્રમુખો, વોર્ડના પ્રભારીશ્રીઓ તથા વોર્ડના મહામંત્રીઓ, જુદાજુદા  શ્રેણીના કાર્યકર્તાઓ તથા બહોળી સંખ્‍યામાં જુદાજુદા વોર્ડના  વિસ્‍તારવાસીઓ ઉપસ્‍થિત રહેલ.

(4:17 PM IST)