તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th May 2026
આર્થિક ભીંસને લીધે શાપરના અનિલનો રીબડા પાસે ટ્રેન હેઠળ કપાઇને આપઘાત
૨૮ વર્ષિય યુવાનના પગલાથી બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવીઃ મુળ યુપીના પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૧૯: શાપરમાં રહેતાં એક યુવાને રીબડા પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. મુળ ઉત્તરપ્રદેશનો આ યુવાન કંપનીમાં કામ કરતો હતો. આર્થિક ભીંસને કારણે આ પગલુ ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.
જાણવા મળ્યા મુજબ શાપર વેરાવળમાં ગ્રામ પંચાયત પાસે બાલાજી એપાર્ટમેન્ટમાં રહેતો અીનલ માનસિંગભાઇ કોગતીયા (ઉ.વ.૨૮) નામના યુવાને યુવાન રીબડા પાસે શાપર તરફના રેલ્વે ટ્રેક પર ટ્રેન હેઠળ પડતું મુકી દેતાં કમકમાટી ભર્યુ મોત થયું હતું. ગોંડલ તાલુકા પીએસઆઇ આર. આર. સોલંકીએ જરૂરી કાર્યવાહી કરી હતી.
આપઘાત કરનાર અનિલ મુળ યુપીનો વતની હતો. હાલ તે શાપર પરિવાર સાથે રહેતો હતો. તે ત્રણ બહેન અને બે ભાઇમાં બીજો હતો. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તે કંપનીમાં કામ કરતો હતો અને સાથે સાથે પોતાની ગાડી પણ ભાડેથી કંપનીમાં મુકી હતી. હાલમાં તે આર્થિક ભીંસમાં આવી ગયો હોઇ તેના કારણે પગલુ ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.
(3:40 PM IST)










