News of Friday, 29th May 2026
DSOનો સપાટોઃ રાજકોટ શહેર- જીલ્લાના ૧૪ દુકાનદારોને ૧૩ લાખનો દંડઃ ૧ નું લાઇસન્સ રદ
સાયપરના દુકાનદારનો પરવાનો કાયમી માટે રદ કરી દેવાયો

રાજકોટ, તા. ર૮: રાજકોટ જીલ્લા પૂરવઠા અધીકારી શ્રી ઝાપટાએ શહેર-જીલ્લાના ૧૪ દૂકાનદારોને ત્યાં પડેલા દરોડા, અને સીઝર બાદ ખાતારાહે કેસ ચલાવી તમામ દૂકાનદાર થઇને કુલ ૧ર લાખ ૯૮ હજારનો દંડ ફરટકારી ૮ દિ'માં રકમ ભરી દેવા આદેશ કર્યો છે, તેમજ રાજકોટના સાયપરમાં દુકાનદાર પૂજારા અલ્પેશને ૩ લાખ ૩૮ હજારનો દંડ કર્યા બાદ તેનો પરવાનો કાયમ માટે રદ કરી નાંખ્યો છે.
જે દુકાનદારોને દંડ ફટકારાયો તેમાં ધોરાજીના વિનોદ દવેજીને ૬૦ હજાર, લાઠના ચુડાસમા જયદેવસિંહને ૭ર હજાર, નગરપીપળીયાના સીપરીયા જગદીશભાઇને ૩પ હજાર, ચાંપરાજપુરના અશોક વેગડાને ૯૩ હજાર, ઉપલેટાના ભાવીન સોજીત્રાને ૬૦ હજાર, મોટાવડાની મંડળીને ૬૩ હજાર તથા આણંદપર નવાગામના મકવાણા અંજુબેનને ૩ લાખ ૩૦ હજાર કમળાપુરના બાંભણીયા ઘનશ્યામને ૧ લાખ ૩૮ હજારનો દંડ ફટકારાયો છે. (૯.ર૦)
(3:38 PM IST)










