News of Wednesday, 25th November 2026
પોલીસને જોઇ ચાલક કાર રેઢી મૂકી ભાગ્યો : કારમાંથી ૧ લાખનો દારૂ કબ્જે
એલસીબી ઝોન-૧ની ટીમના એએસઆઇ એમ.બી.ગોસ્વામી, હેડ કોન્સ. જગદીશસિંહ પરમાર અને કોન્સ. મહાવીરસિંહ ચુડાસમા દ્વારા કાર્યવાહી

રાજકોટ, તા.૨૫: મોરબી રોડ પર બેડી ચોકડી પાસેથી એલસીબી ઝોન-૧ની ટીમે રૂા.૧ લાખના ૪૦ ચપલા ભરેલી કાર ઝડપી લઇ ચાલકની શોધખોળ શરૂ કરી છે.
એલસીબી ઝોન-૧ ના એએસઆઇ એમ. બી. ગોસ્વામી, હેડ કોન્સ. જગદીશસિંહ પરમાર, કોન્સ. મહાવીરસિંહ ચુડાસમા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે સોખડા ચોકડીથી બેડી ચોકડી તરફ આવતી કારમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે વોંચ ગોઠવી હતી. દરમિયાન કાર નિકળતા તેનો ચાલક પોલીસને જોઇ થોડે દુર જ કાર રેઢી મુકી ભાગી ગયો હતો. પોલીસે કારની તલાસી લેતા તેમાંથી રૂા. ૧.૦૮ લાખની કિંમતનાં વિદેશી દારૂના ર૪૦ ચપ્પલા મળી આવતા દારૂ અને કાર સહિત રૂા. ૪.૦૮ લાખનો મુદામાલ કબ્જે કરી ચાલકની શોધખોળ શરૂ કરી છે.
(4:15 PM IST)










