News of Wednesday, 25th November 2026
મચ્છર-જીવાતોના નિયંત્રણ-નિવારણ અંગે બાયલોઝ ડ્રાફટ તૈયારઃ નાગરિકોના સૂચનો મંગાયા
મનપા દ્વારા ૨ ડિસે.સુધીમાં અભિપ્રાય આપવા લોકોને અપીલ શહેરજનો ઇ-મેઇલ રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા સહભાગી બની શકશે

રાજકોટતા.૨૫: મહાનગરપાલિકા દ્વારા વાહકજન્ય રોગ ફેલાવતા મચ્છર તથા અન્ય જીવાતોના નિયંત્રણ અને નિવારણ અંગેના બાયલોઝ, ૨૦૨૬ તૈયાર કરવામાં આવ્યા છે. આ અંગેની ડ્રાફ્ટ પોલીસી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પર પ્રસિદ્ધ કરવામાં આવી છે.
આ ડ્રાફ્ટ બાયલોઝ અંગે નાગરિકો પોતાના સૂચનો, વાંધા કે અભિપ્રાયો નામ, સરનામું અને મોબાઇલ નંબર સહિત નિયત નમૂનામાં તા. ૦૨ ડીસેમ્બર સુધીમાં રજૂ કરી શકશે.
નાગરિકો પોતાના સૂચનો ઇ-મેઇલ દ્વારા [email protected] પર અથવા રૂબરૂ તેમજ પોસ્ટ મારફતે મલેરિયા વિભાગ, રૂમ નં. ૦૬, ત્રીજો માળ, ડો. આંબેડકર ભવન, સેન્ટ્રલ ઝોન, ઢેબરભાઈ રોડ, રાજકોટ ખાતે મોકલી શકશે.
રાજકોટ મહાનમૂલ્યવાન સૂચનો નિયત સમયમર્યાદામાં રજૂ કરવા અપીલ કરવામાં આવે છે.
(4:22 PM IST)










