તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Monday, 21st September 2026
ડો.હિમાંશુ ઠક્કરે ૧૮ વર્ષના યુવકની લાળની નળીમાંથી ૧૦ પથરીઓ મોઢા વાટે કાઢી
બહારથી કોઈ ચીરો કે દેખાતો ડાઘ નહીં- મેડિકલ ફીલ્ડનો અત્યંત દુર્લભ અને અસામાન્ય કેસ

રાજકોટ, તા. ૧૯ : તાજેતરમાં રાજકોટમાં એક દુર્લભ અને અસામાન્ય તબીબી કેસમાં ૧૮ વર્ષના યુવક કેવિનની ડાબી બાજુની સબમૅન્ડિબ્યુલર લાળની નળી (Wharton’s duct)માંથી એકસાથે ૧૦ પથરીઓ સફળતાપૂર્વક કાઢવામાં આવી. સમગ્ર પ્રક્રિયા મોઢાની અંદરથી (intraoral approach) કરવામાં આવી હતી, જેના કારણે બહારની ચામડી પર કોઈ ચીરો કે દેખાતો ડાઘ પડ્યો નથી. સાથે જ સબમૅન્ડિબ્યુલર લાળની ગ્રંથિનું પણ સંરક્ષણ કરવામાં આવ્યું છે.
આ પડકારજનક પ્રક્રિયા રાજકોટના જાણીતા ENT તથા Head & Neck Surgeon ડૉ. હિમાંશુ ઠક્કરે કરી હતી. ૧૮ વર્ષના કેવિન ને એક મહિનાથી મોઢાની અંદર, ખાસ કરીને જમતી વખતે, જીભ નીચે દુઃખાવો અને ડાબી બાજુ જડબા નીચે સોજો આવતો હતો.
તપાસ દરમિયાન સોનોગ્રાફીમાં ડાબી બાજુની સબમૅન્ડિબ્યુલર લાળની સિસ્ટમમાં અનેક પથરીઓ હોવાનું જણાયું.
તપાસ બાદ સર્જરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ડૉ. હિમાંશુ ઠક્કરે Wharton’s duct નામની ખૂબ જ સાંકડી લાળની નળીમાં ફસાયેલી તમામ ૧૦ પથરીઓ મોઢાની અંદરથી કાઢી આપી. બહારથી કોઈ ચીરો મૂકવામાં આવ્યો નહોતો અને સબમૅન્ડિબ્યુલર લાળની ગ્રંથિને પણ સુરક્ષિત રાખવામાં આવી હતી.
સબમૅન્ડિબ્યુલર ગ્રંથિમાંથી લાળને મોઢામાં પહોંચાડતી નળીને Wharton’s duct કહેવામાં આવે છે. આ નળી આશરે ૫ સેન્ટિમીટર લાંબી હોય છે અને તેનો વ્યાસ પ્રમાણમાં ખૂબ જ સાંકડો હોય છે. આવી સાંકડી નળીમાંથી અનેક પથરીઓ કાઢવી અને સાથે ગ્રંથિને સુરક્ષિત રાખવી એ એક પડકારજનક પ્રક્રિયા છે.
સબમૅન્ડિબ્યુલર ડક્ટમાં થતી પથરીને Submandibular duct calculus, Salivary stone અથવા Sialolith કહેવામાં આવે છે. સબમૅન્ડિબ્યુલર લાળની નળીને Wharton’s duct કહેવામાં આવે છે, જે સબમૅન્ડિબ્યુલર ગ્રંથિમાંથી લાળને મોઢાની અંદર પહોંચાડે છે.
અન્ય લાળની ગ્રંથિઓની તુલનામાં સબમૅન્ડિબ્યુલર ગ્રંથિમાં સલાઈવરી સ્ટોન વધુ પ્રમાણમાં જોવા મળે છે. સામાન્ય રીતે એક પથરી જોવા મળે છે, જ્યારે એક જ નળીમાં મોટી સંખ્યામાં પથરીઓ હોવી તુલનાત્મક રીતે અસામાન્ય છે.
સલાઈવરી સ્ટોન સામાન્ય રીતે પુખ્ત વયના લોકોમાં, ખાસ કરીને મધ્યમ વયમાં, વધુ જોવા મળે છે. ઓપરેશન બાદ દર્દીની તબિયત સારી છે અને તેને તે જ સાંજે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.
આરોગ્યલક્ષી જનજાગૃતિ સંદેશ
ડૉ. હિમાંશુ ઠક્કરે જણાવ્યું કે જડબાની નીચે વારંવાર થતો સોજો, દુખાવો અથવા ખાસ કરીને જમતી વખતે સોજો અને દુખાવો વધવો જેવી ફરિયાદોને અવગણવી નહીં. લાળની નળીમાં અવરોધને કારણે આવી સમસ્યા થઈ શકે છે.
સમયસર નિદાન અને યોગ્ય સારવારથી જટિલતાઓને ટાળી શકાય છે.. (૯.૧૮)
ડો. હિમાંશુ ઠક્કર
Dr. Thakkars ENT & Dental Surgical Hospital
૨૦૨, લાઇફ લાઇન, બિલ્ડિંગ, વિદ્યાનગર મેઇન રોડ, રાજકોટ
મોબાઇલઃ ૯૧૦૬૧ ૧૯૦૩૮

(3:26 PM IST)










