<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

ડો. દર્શિતાબેન શાહ અને મોદી સ્‍કૂલ પરિવાર દ્વારા કાલે મહારકતદાન કેમ્‍પ

સિવિલ હોસ્‍પિટલના દર્દીઓના લાભાર્થે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્‍ડેશનના સહયોગથી

 

 

રાજકોટ તા. ૧૨ : પ્રવર્તમાન ચોમાસાની સીઝનમાં રકતની જરૂરીયાત ઉભી થઇ છે. સીવીલ હોસ્‍પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્‍ક લોહી મળી રહે તે માટે ડો. દર્શિતાબેન શાહ (ધારાસભ્‍યશ્રી-૬૯) દ્વારા તેમજ મોદી સ્‍કૂલ્‍સના મેનેજીંગ ટ્રસ્‍ટી ડો. રશ્‍મીકાંત મોદીના પિતાશ્રી સ્‍વ. શ્રી પી.વી. મોદીની જન્‍મ જયંતિ નિમિત્તે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્‍ડેશનના સહયોગથી (૧) વી. જે. મોદી સ્‍કૂલ, નાગરિક સહકારી બેંકની સામે, ૧૫૦ ફૂટ રીંગ રોડ, (૨) પી. વી. મોદી સ્‍કૂલ, ઇન્‍દ્રપ્રસ્‍થનગર, ભક્‍તિનગર રેલ્‍વે લાઈન પાસે અને (૩) મોદી સ્‍કૂલ, અંબિકા ટાઉનશીપ સામે, મવડી પોલીસ હેડ કવાટર્સ સામે એમ કુલ ત્રણ અલગ-અલગ સ્‍થળે એક જ દિવસે કાલે તા.૧૩ ના રવિવારે સવારે ૮.૩૦ થી બપોરના ૧૨.૩૦ વાગ્‍યા સુધી મહારક્‍તદાન કેમ્‍પોનું આયોજન કરવામાં આવ્‍યું છે.

મોદી સ્‍કૂલના મેનેજીંગ ટ્રસ્‍ટી ડો. રક્ષ્મીકાંત મોદીએ જણાવેલ છે કે, મોદી સ્‍કૂલ દ્વારા દર વર્ષે ત્રણથી ચાર રકતદાન કેમ્‍પોનું આયોજન કરવામાં આવે છે. મોદી સ્‍કૂલ દ્વારા કુલ ૩૮ મહારકતદાન કેમ્‍પો કરવામાં આવ્‍યા છે. જેમાં અત્‍યારસુધીમાં ૭૦૦૨ બોટલ્‍સ રકત એકત્રીત કરી જરૂરીયાતમંદ દર્દીઓના જીવન બચાવવામાં મોદી સ્‍કૂલ નીમીત બની ચૂકી છે.

ત્‍યારે આવતીકાલે યોજાયેલ મહારકતદાન કેમ્‍પનું ઉદ્દઘાટન ધારાસભ્‍ય શ્રીમતી ડો. દર્શિતાબેન શાહના હસ્‍તે દીપ પ્રાગટયથી કરાશે.

ડો. દર્શિતાબેન શાહ રાજકોટ પヘમિ (૬૯) વિધાનસભા વિસ્‍તારના ધારાસભ્‍ય છે. તેઓ વ્‍યવસાયે જાણીતા પેથોલોજિસ્‍ટ ડોક્‍ટર છે અને અગાઉ રાજકોટ મહાનગરપાલિકામાં ડેપ્‍યુટી મેયર તરીકે પણ સેવા આપી ચૂકયા છે. રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘની વિચારધારા ધરાવતા પરિવારમાંથી આવે છે. જેથી વિવિધ પ્રકારના લોકઉપયોગી અને સેવાકીય કાર્યો માટે હંમેશા સક્રિય રહે છે.

કાલે યોજાયેલ મહારક્‍તદાન કેમ્‍પમાં રક્‍તદાતાઓને બહોળી સંખ્‍યામાં રકતદાન કરી અમુલ્‍ય માનવ જીંદગીઓ બચાવવા ધારાસભ્‍ય શ્રીમતી ડો. દર્શિતાબેન શાહ, મોદી સ્‍કૂલના મેનેજીંગ ટ્રસ્‍ટી ડો. રશ્‍મીકાંત મોદી, ધવલ મોદી, આત્‍મન મોદી, નિધિ મોદી તથા મોદી સ્‍કૂલ સ્‍ટાફ પરિવાર તેમજ શ્રીમદ રાજચંદ્ર ફાઉન્‍ડેશનના વિનય જસાણી (૯૪૨૮૨ ૦૦૬૬૦)એ જાહેર અનુરોધ કર્યો છે.

(3:38 PM IST)