તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
દબાણ શાખાને દિવાળીના તહેવારો ફળ્યાઃ રૂા.૩.૭૪ લાખનો મંડપ-કમાન ચાર્જ વસુલાયો
રાજમાર્ગો ઉપરથી મંજુરી વિનાના ૧પ૬૯ બોર્ડ-બેનર ઉતારાયા શહેરમાંથી નડતરરૂપ ૧૩૭ રેકડી-કેબીન તથા ૧૦૧૯ કિલો શાકભાજી-ફળ-ફુલ જપ્ત

રાજકોટ, તા., ૧૭: મહાનગર પાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જાહેર માર્ગો પર અસ્થાઈ દબાણ રેકડી-કેબીન અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો તેમજ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
જેમાં ધરાર માર્કેટ, સંતકબીર રોડ, પેડક રોડ, કોઠારીયા રોડ, મવડી મેઈન રોડ, સાધુ વાસવાણી રોડ, ૧૫૦ રિંગ રોડ, રૈયા ધાર રોડ, રામાપીર ચોકડી, કાલાવડ રોડ, જ્યુબેલી, જંક્શન રોડ, ઢેબર રોડ, પરાબજાર પાસેથી રસ્તા પર નડતર રૂપ ૧૮ રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી.
સાથે ધરાર માર્કેટ, સંતકબીર રોડ, પેડક રોડ, કોઠારીયા રોડ, મવડી મેઈન રોડ, સાધુ વાસવાણી રોડ, ૧૫૦ રિંગ રોડ, રૈયાધાર રોડ, રામાપીર ચોકડી, કાલાવડ રોડ, જ્યુબેલી, જંક્શન રોડ, ઢેબર રોડ, પરાબજાર, ગુંદાવાડી, પરાબજાર, ગાયત્રીનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, રેસકોર્ષ ગ્રાઉન્ડ પાસેથી જુદી-જુદી અન્ય ૧૧૯ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ.
સાથે ધરાર માર્કેટ, પેડક રોડ, પારેવડી ચોક, કેસરી હિન્દ પુલ, કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે, મવડી મેઈન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, સાધુ વાસવાણી રોડ, ૧૫૦ રિંગ રોડ, રૈયાધાર રોડ, રામાપીર ચોકડી, કાલાવડ રોડ, જ્યુબેલી, જંક્શન રોડ, ઢેબર રોડ, પરાબજાર, ગુંદાવાડી પાસેથી ૧૦૧૯ કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ.
કોઠારીયા રોડ, સંતકબીર રોડ, પેડક રોડ, ભાવનગર રોડ, પુષ્કરધામ મેઈન રોડ, યુનિ.રોડ, નાણાવટી ચોક, રૈયા રોડ, મવડી રોડ, સ્વામી નારાયાણ ચોક, ઢેબર રોડ, સોરઠીયાવાડી પાસે થી રૂ.૨,૨૩,૦૫૦/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.
ઉપરાંત ૮૦ ફુટ રોડ, પારેવડી ચોક, સંતકબીર રોડ, ધરાર માર્કેટ, કોઠારીયા રોડ, મોરબી રોડ, ભાવનગર રોડ, કુવાડવા રોડ, ૮૦ફુટ રોડ, અર્ટિકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનંદ બંગલા ચોક, મવડી મેઈન રોડ, આહિર ચોક પરથી રૂ.૧,૫૦,૯૬૫/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
સેટેલાઈટ ચોક, કોઠારીયા રોડ, મોરબી રોડ, પેડક રોડ, ભાવનગર રોડ, ચુનારાવાડ મેઈન રોડ, ઢેબર રોડ, રેસકોર્ષ રિંગ રોડ, જામનગર રોડ, બંજરવાડી સર્કલ પાસે, મહીલા અંડરબ્રિજ, કાલાવડ રોડ, મવડી મેઈન રોડ, ગોંડલ ચોકડી, પુનીત નગરનાં ટાંકા પાસેથી મવડી ચોકડી સુધી, પરથી ૧૫૬૯ બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.
(3:54 PM IST)










