<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

રાજકોટમાં દિવ્‍ય દરબાર : જૂનમાં બાબા બાગેશ્વરની ‘સનાતન સેતુ હનુમંત કથા'

૩ વર્ષના લાંબા વિરામ બાદ રેસકોર્સ મેદાનમાં ઐતિહાસિક આયોજનની તડામાર તૈયારીઓ : સૌરાષ્‍ટ્રભરમાંથી ભક્‍તો ઉમટી પડવાની સંભાવના : ગરીબો માટે ૨૦૦ કરોડની હોસ્‍પિટલ, ૩૦૦ કન્‍યાઓના નિઃશુલ્‍ક લગ્ન અને ગૌરક્ષા સહિતના પાંચ દિવ્‍ય સંકલ્‍પો સાથે સનાતનની જ્‍યોત જગાવતા બાબા બાગેશ્વર

રાજકોટ : દેશ અને વિદેશમાં સનાતન ધર્મનો ધ્‍વજ લહેરાવનારા મધ્‍યપ્રદેશ (છતરપુર) સ્‍થિત બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પૂજ્‍ય શ્રી ધીરેન્‍દ્રકળષ્‍ણ શાષાીજી (બાબા બાગેશ્વર) આગામી પ, ૬, ૭ જૂનના રોજ રાજકોટની પવિત્ર ધરતી પર પધારી રહ્યા છે. રાજકોટના જાણીતા રેસકોર્સ મેદાન ખાતે સાંજે ૭:૩૦ વાગ્‍યાથી ઐતિહાસિક ‘સનાતન સેતુ હનુમંત કથા' અને ‘દિવ્‍ય દરબાર'નું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. રાજકોટના આંગણે પૂરા ૩ વર્ષના લાંબા વિરામ બાદ યોજાઈ રહેલા આ ધાર્મિક મહોત્‍સવને લઈને સમગ્ર સૌરાષ્‍ટ્રની જનતામાં અનેરો ઉત્‍સાહ વ્‍યાપેલો છે અને હાલ તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

સૌરાષ્‍ટ્ર સનાતન સમિતિના અધ્‍યક્ષ શ્રી કિશોરભાઈ ખંભાયતાએ જણાવ્‍યું હતું કે, સનાતન સંસ્‍કાર અને હનુમાન ભક્‍તિ સમાજના સકારાત્‍મક મૂલ્‍યો, રાષ્‍ટ્ર ભાવના તેમજ આધ્‍યાત્‍મિક જાગળતિનો લોકોમાં સંચાર કરે તેવા ઉદ્દેશ્‍ય સાથે આ ભવ્‍ય આયોજન હાથ ધરવામાં આવ્‍યું છે. આ ધાર્મિક મહોત્‍સવમાં આવનારા લાખો ભક્‍તો માટે સુવ્‍યવસ્‍થિત બેઠક વ્‍યવસ્‍થા સહિતની તમામ જરૂરી વ્‍યવસ્‍થાઓ સમિતિ દ્વારા યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.

સ્‍વયંભૂ હનુમાનજીની દિવ્‍યતા અને ગુરુજીના ૫ મહાસંકલ્‍પો

બાગેશ્વર ધામ ખાતે બિરાજતા સ્‍વયંભૂ હનુમાનજી (બાલાજી સરકાર)ની દિવ્‍યતા સ્‍થાનિક અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે પ્રખ્‍યાત છે. ધામના પીઠાધીશ્વર શ્રી ધીરેન્‍દ્રકળષ્‍ણ શાષાીજી મહારાજ માત્ર અર્જી સાંભળીને સમસ્‍યાઓનું સમાધાન જ નથી કરતા, પરંતુ સમાજ ઉત્‍થાન માટે નીચે મુજબના ૫ પવિત્ર સંકલ્‍પો પર નિરંતર કાર્ય કરી રહ્યા છેઃ

(૧) કેન્‍સર અને સુપર સ્‍પેશિયાલિટી હોસ્‍પિટલ : બાગેશ્વર ધામમાં ૨૫ એકર જમીનમાં આશરે રૂા.૨૦૦ કરોડના ખર્ચે ૧૦૦ બેડની કેન્‍સર તથા સુપર સ્‍પેશિયાલિટી હોસ્‍પિટલ અને રિસર્ચ સેન્‍ટરનું નિર્માણ થઈ ચૂકયું છે. જ્‍યાં ગરીબ, જરૂરિયાતમંદ અને આદિવાસી દર્દીઓને કેન્‍સર, નેત્ર રોગ, ઓર્થોપેડિક તેમજ હિમેટોલોજીની સારવાર સંપૂર્ણપણે વિનામૂલ્‍યે આપવામાં આવશે.

(૨) વર્ષે ૩૦૦ ગરીબ કન્‍યાઓના નિઃશુલ્‍ક લગ્ન : જે દીકરીઓ અનાથ છે અથવા જેમનું કોઈ નથી, તેમને બાબા બાગેશ્વર પોતાની દીકરી માનીને દર વર્ષે ૩૦૦ જેટલી ગરીબ કન્‍યાઓના લગ્ન વૈદિક વિધિથી અને ધામધૂમથી કરાવી આપે છે, સાથે જ નવદંપતીને આજીવિકાનું સાધન પણ ભેટ આપવામાં આવે છે.

(૩) ‘એક હિન્‍દુ... એક ગાય'નો ગૌરક્ષા સંકલ્‍પ : ગાયને માતા તરીકે પૂજનારા ગુરુજીનું માનવું છે કે માત્ર ગૌશાળાઓ બનાવવી એ કાયમી ઉકેલ નથી. તેમણે સૂત્ર આપ્‍યું છે કે જો તમે ગાય રાખી શકવા સક્ષમ ન હોવ, તો તમારી નજીક રહેતા કોઈ ગરીબ વ્‍યક્‍તિ જે ગાય ઉછેરતા હોય તેમને દર મહિને આર્થિક દાન આપો. જેથી ગાયનું જતન થાય અને તે ગરીબ પરિવારનું પાલનપોષણ પણ થઈ શકે.

(૪) સંસ્‍કળતિના પ્રચાર માટે વૈદિક ગુરુકુળ : ભારતીય સંસ્‍કળતિ અને સંસ્‍કળત ભાષાનો વિશ્વભરમાં પ્રચાર થાય તેવા હેતુથી બાગેશ્વર ધામના મેદાનમાં એક અત્‍યાધુનિક વૈદિક ગુરુકુળ સ્‍થાપવામાં આવી રહ્યું છે. જ્‍યાં બાળકોને વેદોના જ્ઞાનની સાથે આધુનિક શિક્ષણ અપાશે.

(૫) અન્નપૂર્ણા ભોજનાલય : ધામમાં આવનારો કોઈ પણ ભક્‍ત ભૂખ્‍યો ન સૂવે તેવા સંકલ્‍પ સાથે અન્નપૂર્ણા ભોજનાલય કાર્યરત છે. જ્‍યાં રોજ હજારોની સંખ્‍યામાં શ્રદ્ધાળુઓને નિઃશુલ્‍ક ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે.

સૌરાષ્‍ટ્રવાસીઓને સમિતિનું ભાવભીનું આમંત્રણ

સનાતનીઓને જગાડવા માટે અખંડ અલખ જગાવનારા પ્રખર સનાતની વક્‍તા શ્રી ધીરેન્‍દ્રકળષ્‍ણ શાષાીજીના આ દિવ્‍ય આયોજનમાં બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા માટે સૌરાષ્‍ટ્ર સનાતન સમિતિ વતી તમામ ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે. આ મહોત્‍સવ અંગે વધુ માહિતી કે પૂછપરછ માટે સમિતિના મો. ૭૬૦૦૬૫૬૫૬૫ પર સંપર્ક કરી શકાશે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સર્વશ્રી કિશોરભાઇ ખંભાયતા, વિક્રમસિંહ પરમાર અને મંગેશભાઇ દેસાઇ નજરે પડે  છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

 

(11:37 AM IST)