News of Friday, 31st July 2026
જિલ્લા પંચાયતમાં તા. ૧૦મીએ એક જ દિ'માં ૩ સમિતિઓની બેઠકોઃ કારોબારી ર૦મી આસપાસ

રાજકોટ, તા. ૩૧: જિલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓની બેઠકોનો દોર શરૂ થયો છે. ગઇકાલે સામાજિક ન્યાય સમિતિની બેઠક મળેલ. તા. ૧૦ ઓગષ્ટ સોમવારે એક જ દિવસમાં ૩ સમિતિઓની બેઠક મળનાર છે. જેના એજન્ડા પ્રસિધ્ધ થઇ ગયા છે. બધી સમિતઓની બેઠકો પુરી થઇ જાય પછી તા. ર૦ ઓગષ્ટ આસપાસ કારોબારી સમિતિની બેઠક બોલાવવાની શાસકોની ગણતરી છે.
સમિતિઓના અધ્યક્ષો ચૂંટાયા પછી પ્રથમ વખત જ બેઠકો મળી રહી છે. એજન્ડામાં સંખ્યાબંધ દરખાસ્તો છે. બાંધકામ સમિતિમાં ૪૦થી વધુ દરખાસ્તો આવી છે. રૂા. ૧પ લાખથી વધુ રકમના કામો જે તે સમિતિમાં અને તેથી વધુ રકમના કામો મંજુરી માટે કારોબારીમાં આવે છે.
તા. ૧૦ સોમવારે સવારે ૧૦:૩૦ થી ૧રઃ૩૦ વચ્ચે જુદા જુદા સમયે બાંધકામ, સિંચાઇ અને સહકાર તથા શિક્ષણ સમિતિની બેઠક બોલાવવામાં આવી છે. મહિલા બાળ કલ્યાણ તથા આરોગ્ય સમિતિની બેઠક તા. ૧૦ થી ૧૭ વચ્ચે મળે તેવી શકયતા છે. કારોબારી સમિતિ પછી સંભવત સપ્ટેમ્બર માસમાં સામાન્ય સભા મળશે.
(3:39 PM IST)










