<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

રાજકોટમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે આઈપી મિશન સ્કૂલ ખાતે કર્યુ મતદાન: મતદાન બૂથ પર જઈને સામાન્ય નાગરિકની જેમ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો: નાગરિકો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

 

રાજકોટમાં લોકશાહીના પર્વની ઉજવણીમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. ઓમ પ્રકાશે પણ પોતાની પવિત્ર ફરજ નિભાવી છે. તેમણે શહેરની આઈપી મિશન સ્કૂલ ખાતે આવેલા મતદાન મથક પર જઈને પોતાનો કિંમતી મત આપ્યો હતો.

 

ગુજરાત સહિત રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે આજે વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. સામાન્ય નાગરિકોની સાથે સાથે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ મતદાન માટે આગળ આવી રહ્યા છે. લેટેસ્ટ વિગતો મુજબ, રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે આજે સવારે આઈપી મિશન સ્કૂલ ખાતે ઊભા કરવામાં આવેલા મતદાન બૂથ પર જઈને સામાન્ય નાગરિકની જેમ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લાના સર્વોચ્ચ ચૂંટણી અધિકારીએ પોતે જ મતદાન કરીને રાજકોટના નાગરિકો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

 

___

(12:29 PM IST)