<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સજ્જ : ચોમાસામાં ભારે વરસાદ, પૂર કે વાવાઝોડા જેવી કટોકટીમાં નાગરિકોની મદદ માટે કંટ્રોલરૂમના ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો જાહેર

જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમના ૦૨૮૧-૨૪૭૧૫૭૩ અને ટોલ ફ્રી ૧૦૭૭ નંબર સાથે તમામ ૧૧ તાલુકાઓના કંટ્રોલરૂમ કાર્યરત : આપત્તિજનક ઘટના, વૃક્ષ ધરાશાયી થવા કે પાણી ભરાવાની સ્થિતિમાં જાણ કરવા અને અફવાઓથી દૂર રહેવા તંત્રની અપીલ

રાજકોટ:ચોમાસાની ઋતુ દરમિયાન અથવા કોઈપણ કુદરતી આપત્તિ, ભારે વરસાદ, પૂર, વાવાઝોડા જેવી ઇમરજન્સી પરિસ્થિતિમાં નાગરિકોને તાત્કાલિક સહાય મળી રહે તે માટે રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર પૂરતી સજ્જતાથી કાર્ય કરી રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈપણ કટોકટીના સમયે નાગરિકો તાત્કાલિક સંપર્ક કરી શકે તે માટે જિલ્લા મથક સહિત તમામ તાલુકા કક્ષાના કંટ્રોલરૂમના નંબરો જાહેર કરવામાં આવ્યા છે.

 

 જિલ્લા અને તાલુકા વાઇઝ કંટ્રોલરૂમના હેલ્પલાઇન નંબરો:

કોઈપણ કુદરતી આપત્તિની પરિસ્થિતિમાં નાગરિકો જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમનો ફોન નંબર ૦૨૮૧-૨૪૭૧૫૭૩ તેમજ ટોલ ફ્રી નંબર ૧૦૭૭ પર સીધો સંપર્ક કરી શકશે.

 

આ ઉપરાંત જિલ્લાના તમામ તાલુકા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ સેન્ટરોના સંપર્ક નંબરો પણ જાહેર કરાયા છે, જે નીચે મુજબ છે:

  પડધરી: ૦૨૮૨૦-૨૩૩૦૫૯

  રાજકોટ શહેર: ૧૦૧

  લોધિકા: ૦૨૮૨૭-૨૪૪૨૨૧

  કોટડા સાંગાણી: ૦૨૮૨૭-૨૭૬૨૨૧

  જસદણ: ૦૨૮૨૧-૨૨૦૦૩૨

  ગોંડલ: ૦૨૮૨૫-૨૨૦૦૯૩

  જામકંડોરણા: ૦૨૮૨૪-૨૭૧૩૨૧

  ઉપલેટા: ૦૨૮૨૬-૨૨૧૪૫૮

  ધોરાજી: ૦૨૮૨૪-૨૨૧૮૮૭

  જેતપુર: ૦૨૮૨૩-૨૨૦૦૦૧

  વિંછીયા: ૦૨૮૨૧-૨૭૩૪૩૨

 

 આપત્તિ સમયે તંત્રને સહયોગ આપવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ:

કોઈપણ આપત્તિ સંબંધિત ઘટના, જાનહાનિ, રસ્તા બંધ થવા, વૃક્ષ ધરાશાયી થવા, રસ્તા પર કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અથવા અન્ય કોઈ ઇમરજન્સી અંગે નાગરિકો તાત્કાલિક ઉપરોક્ત હેલ્પલાઇન નંબરો પર જાણ કરીને વહીવટી તંત્રને જરૂરી સહયોગ આપી શકે છે. આ સાથે જ વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર તથા અધિકૃત સ્ત્રોતોમાંથી મળતી માહિતી પર જ વિશ્વાસ રાખવા ખાસ સલાહ આપવામાં આવી છે.

(8:18 PM IST)