<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

સોૈરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી પરીક્ષા નિયામકનો ચાર્જ ધીરેન પંડયાને સોંપાયો

પરીક્ષા વિભાગના અનુભવી ધીરેન પંડયાની લાંબી વિચારણા બાદ પસંદગી

રાજકોટ તા.૧૬: સોૈરાષ્‍ટ્ર યુનિવર્સીટીના કાર્યકારી પરીક્ષા નિયામક પદે લાંબી વિચારણા બાદ આખરે એકેડેમીક સ્‍ટાફ કોલેજના પ્રોફેસર ડો.ધીરેન પંડયાની નિમણુંક કરવામાં આવી છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કાયમી કુલપતિ પદે ઉત્‍પલ જોશી અને રજીસ્‍ટ્રાર પદે અજયસિંહ જાડેજાની નિમણુંક બાદ પણ યુનિવર્સિટીનો વહીવટ અને ગરીમા સતત કથળતા રહયા છે. અનેક ગેરરીતિઓ પ્રકાશમાં આવતી રહી છે. તેમાંય પરીક્ષા વિભાગનો વહીવટ ખાડે ગયો છે. પરીક્ષાનું સમયપત્રક કે પરીણામનું કોઇ આયોજન નથી. પરિણામે વિદ્યાર્થીઓને ભારે નુકશાન થઇ રહ્યું છે.

કાર્યકારી પરીક્ષા નિયામક મનીશભાઇ શાહે રાજીનામુ આપતા ખાલી પડેલી જગ્‍યા ઉપર કોઇ જવાબદારી ન લેતા આખરે અગાઉ પરીક્ષા વિભાગમાં ફરજ બજાવતા એકેડેમીક સ્‍ટાફ કોલેજના પ્રો. ધીરેન પંડયાની પસંદગી કરવામાં આવી છે. 

 

 

(2:41 PM IST)