News of Thursday, 5th November 2026
આંબેડકરનગરમાંથી ધવલ મકવાણા વિદેશી દારૂના ૪૮ ચપલા સાથે ઝડપાયો
માલવીયાનગર પોલીસનો દરોડોઃ રેલવે અને બી-ડીવીઝન પોલીસે દારૂની બોટલ સાથે સંદીપ કઠેરીયા અને આશિષ સોઢાને પકડયા

રાજકોટ તા. પઃ શહેરમાં માલવીયાનગર પોલીસે ગોંડલ રોડ નજીક આંબેડકરનગર પાસેથી એકટીવામાં દારૂ લઇને નિકળેલા શખ્સને ઝડપી લીધો હતો. જયારે અન્ય બે દરોડામાં રેલવે અને બી ડીવીઝન પોલીસે દારૂની એક બોટલ સાથે બેને પકડી કાર્યવાહી કરી હતી.
માલવીયાનગરનાં એએસઆઇ કે. બી. શેખલીયા હેડ કોન્સ. કૃણાલસિંહ ઝાલા સહિતના સ્ટાફે ગોંડલ રોડ નજીક આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર પાસેથી એકટીવામાં દારૂ લઇને નિકળેલા ધવલ જયંતીભાઇ મકવાણા (ઉ.વ. ર૬, રહે. આંબેડકરનગર) ને પકડી લઇ રૂા. ૮૬૪૦ની કિંમતનાં ૪૮ દારૂના ચપલા સાથે ઝડપી લીધો હતો.
બીજા દરોડામાં રેલવે પોલીસનાં હેડ કોન્સ. મેહુલભાઇ ચુડાસમા, કોન્સ. દિવ્યરાજસિંહ કિશોરસિંહ સહિતના સ્ટાફે રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ ૧ પર જામનગર તરફના છેડેથી સંદીપ રામભરોસે કઠેરીયા (ઉ.વ. ૩પ, રહે. લાલપરી મફતીયાપરા)ને દારૂની બોટલ સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી. ત્રીજા દરોડામાં બી-ડીવીઝન પોલીસનાં પીએસઆઇ કે. એસ. ભગોરા, હેડ કોન્સ. પ્રકાશભાઇ હિરાભાઇ, કોન્સ. વિશાલભાઇ રામભાઇ, અજયભાઇ ચૌહાણ સહિતના સ્ટાફે કુવાડવા રોડ નજીક પ૦ ફુટ રોડ પર શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં રહેતો આશિષ સુધીરભાઇ સોઢા ને ઘર નજીકથી દારૂની બોટલ સાથે પકડી કાર્યવાહી કરી હતી.
(4:43 PM IST)










